તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગોધરાની સર્યુવિલા-1 સોસાયટીમાં ક્રિકેટના સટ્ટામાં મકાનમાલિક સહિત 8 વિરુદ્ધ ગુનો

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારત- ઇગ્લેંડ મેચના સટ્ટામાં ચેતનદાસ ઉર્ફે પપ્પી સામનાણી સહિત 7 ઝડપાયા

ગોધરાની ભુરાવાવ વિસ્તારમાં આવેલી સર્યુવિલા-1 સોસાયટીના મકાન નં. 7માં આકાશ ચોકસી અને ચેતનદાસ ઉર્પે પપ્પી લક્ષ્મણદાસ સામનાણી કેટલાક માણસોને ભેગા કરીને ભારત-ઇગ્લેંડની લાઇવ મેચનો ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે, અને આ સટ્ટો ગ્રાહકોના અને પોતાના મોબાઇલ મારફતે નાણાંની લેવડદેવડ વડે રમાડાતો હોવાની બાતમીથી એ ડીવીઝન પોલીસ અને એલસીબી પોલીસે સર્યુવિલા-1 સોસાયટીના મકાનમાં છાપો માર્યો હતો. મકાનના ત્રણ દરવાજાઓ હોવાથી પોલીસે ત્રણેય દરવાજા પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પોલીસે મુખ્ય દરવાજાથી મકાનમાં પ્રવેશ કરતાં એક રૂમમાં ક્રિકેટનો સટ્ટો રમાડતાં આકાશ ચોકસી, જયકુમાર માખીજા, શ્રવણ નાઇ, સુનીલ આલમચંદાની, કરણકુમાર રાજાઇ, અમીત મહેતા તથા ચેતનદાસ ઉર્ફે પપ્પી સામનાણી ભારત ઇગ્લેંડની લાઇવ મેચમાં ક્રિકેટનો સટ્ટો રમાડતાં પકડી પાડયા હતા.

પોલીસે રૂમમાંથી એલઇડી ટીવી તથા સેટઅપ બોકસ, મોબાઇલ નં-4, ચાર્જર, અલગ અલગ આંકડા લખેલો ચોપડો તેમજ પપ્પી પાસેથી રૂા.250 રોકડા મળીને કુલ રૂા.9450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે 7 સટોડિયાઓ સહીત મકાન માલિક નીમીશાબેન નંદકીશોર ઉપાધ્યાય વિરુદ્ધ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારાની કલમ અને એક જ મકાનમાં 7 ઇસમો ભેગા થતાં ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો