તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Coursework For PhD Research Scholar At Govind Guru University, Selected By KCG Ahmedabad Last Year Under 40 Discovery Scheme

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં PhDના રીચર્ચ સ્કોલર માટે યોજાયેલો કોર્સવર્ક, ગત વર્ષે 40ની શોધ સ્કીમ હેઠળ KCG અમદાવાદ ખાતે પસંદગી કરી હતી

ગોધરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ તથા દ્વિતીય બેચના કુલ 421 PHD કરી રહ્યા છે

ધરા સ્થિત શ્રી ગોવિંદગુરુ યુનિ.ખાતે કુલપતિ ર્ડો. પ્રતાપસિંહ ચાૈહાણના માર્ગદર્શન હેઠળ યુનિ. ખાતે બીજા વર્ષે પીઅેચડીના અભ્યાસમાં જોડાવવા માટેની પ્રવેશ પ્રક્રિયા યોજાઇ હતી. અા અંગે વધુ માહિતી અાપતા મીડીયા કન્વિનર અજયભાઇ સોનીઅે જણાવ્યુ હતુ કે લેવાયેલ લેખીત પરિક્ષાના પરિણામ બાદ પી.એચ.ડી ના રીચર્ચ સ્કોલર માટેના કોર્સવર્કનું આયોજન હાલ ચાલી રહ્યું છે.

જે અંતર્ગત તા-18-19 ફેબ્રુઅારીના રોજ રીસર્ચ સ્કોલરને તેમના ગાઈડ સાથે પરિચય વિધિ કાર્યક્રમનું આયોજન યુનિ ખાતે પોલીટેકનિક કેમ્પસ ખાતે કરવામાં આવેલ છે. પીઅેચડીના ૨૫૫ રીસર્ચ સ્કોલરને તેમના ગાઈડ અધ્યાપક દ્વારા માર્ગદર્શન પૂરુ પાડવામાં આવેલ છે.

જેને પરિણામે પીએચડી કરનાર વિદ્યાર્થીઓને કામ સરળ બની શકે. યુનિ. પાસે પ્રથમ બેચના 166 વિદ્યાર્થીઓ જ્યારે ચાલુ વર્ષે નવા ૨૫૫ વિદ્યાર્થીઓ એમ કુલ-421 વિદ્યાર્થીઓ 19 વિષયમાં પી.એચ.ડી કરી રહ્યા છે. ગુરૂવારે રીસર્ચ સ્કોલરને પરીક્ષાના માર્ક્સ પણ આપવામાં આવેલ છે. વધુમાં ગુજરાત સરકારની “શોધ” સ્કીમ હેઠળ દર વર્ષે રૂ. 2 લાખ એમ બે વર્ષના 4 લાખ સ્ટાઈફંડ સંશોધન કર્તાને આપવામાં આવે છે. ગત વર્ષે 40 વિદ્યાર્થીઓને શોધ સ્કીમ હેઠળ KCG અમદાવાદ ખાતે પસંદગી કરવામાં આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો