તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટા ચૂંટણી:મોરવા હડફમાં ભાજપના નિમિષાબેન સુથારનો 45 હજાર મતથી વિજય, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી

મોરવા હડફ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર - Divya Bhaskar
ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર
 • આ બેઠક પર 3 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું
 • વિધાનસભાની પેટાચૂંટણીમાં માત્ર 42.60 ટકા મતદાન થયું હતું

પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં ભાજપે કબ્જે કરી છે. ભાજપના નિમિષા સુથાર 45432 મતોની લીડથી વિજયી બન્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી અને હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું, કોરોનાને લઈને મતદાન ઓછું થતા હાર થઈ હોવાનું જણાવ્યું હતું.

પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભાબેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4 થી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી છે. મોરવાહડફ બેઠક પર 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત 17 એપ્રિલ ના રોજ યોજાયેલા મતદાનની આજે ગણતરી યોજવામાં આવી હતી.

મોરવા હડફની સરકારી વિનયન કોલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં 24 રાઉન્ડ મુજબ ઇવીએમના મતોની યોજાયેલી મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને 67101 અને કોંગ્રેસના સુરેશ કટારાને 21669 મતો મળ્યા હતા. આમ ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથારનો 45432 મતોની લીડથી વિજય થયો હતો. કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાયેલી આ મતગણતરીમાં બંને રાજકીય પક્ષોના કોઈ જ સમર્થકોને એકઠા થવા દેવામાં આવ્યા નહોતા. તો બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર પોતે કોરોના સંક્રમિત હોઈ તેઓ પણ આ મતગણતરી દરમિયાન હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી નિમિષા સુથારને અભિનંદન આપી પોતાની હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું. કોરોના કાળમાં યોજવામાં આવેલી પેટા ચૂંટણીને લઈને મતદાન ઓછું થતા પોતાની હારું થઈ હોવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા અને ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર
કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા અને ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર

ભાજપના જીતના કારણો
ભાજપના નિમિષાબેન સુથારની વાત કરીએ તો પોતે ભાજપના પાયાના કાર્યકર્તા છે, શિક્ષિત મહિલા ઉમેદવાર છે. નિમિષાબેન સુથારના સસરા એ. કે. સુથાર ત્રણ ટર્મ સુધી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. દરમિયાન વર્ષ 2013માં મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી ત્યારે ભાજપે નિમિષાબેન સુથારને ટિકિટ ફાળવી હતી જેમાં નીમિષાબેન સુથારનો 15,716 મતની લીડથી આ વિજય મોરવા વિસ્તારના દિગ્ગજ ગણાતા કોંગ્રેસના ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટ સામે થયો હતો.

નિમિષાબેન સુથારે ઇલેટ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો
નિમિષાબેન સુથારે ઇલેટ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ હાલ પંચમહાલ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો પણ ધરાવે છે. ધારાસભ્યના પોતાના કાર્યકાળ દરમિયાન નિમિષાબેન સુથારે કરેલા વિકાસ કાર્યો અને તેમનું મતદારો ઉપરનું પ્રભુત્વ હોય શકે છે. જો કે પોતે આદિવાસી છે અને તેમના સાસરી પક્ષે બક્ષીપંચના હોવાના લીધે આદિવાસી અને બક્ષીપંચ બન્ને સમાજના વોટ મળી શકે છે. હાલ દેશ અને ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન છે તેમજ થોડા સમય પહેલા જ યોજાયેલી સ્થાનિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લેહરાયો છે એની પણ અસર મતદારો પર પડી છે.

મોરવા(હ) વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે પોતાની જીતનો દાવો કરીને મોરવા(હ) સીટ ભાજપના ફાળે જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વિધાનસભા સીટનું નિરાશાજનક મતદાન થતાં ફક્ત 42.60 ટકા મતદાન નોધાયું હતું. જે 2017 વિધાનસભા કરતાં 21 ટકા ઓછુ મતદાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો