કોરોના કહેર:પંચમહાલમાં કોરોનાની 2000 તરફ કૂચ 28 પોઝિટિવ કેસ સાથે કુલ આંક 1998

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા 12, હાલોલ 10, કાલોલ 2, ઘોઘંબા 1, શહેરા 3
  • ગોધરાના વૃદ્ધાશ્રમના 1 વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયા, ગુરુવારે 16 દર્દીઓએ કોરોનાને માત અાપતાં કુલ1635 સાજા થયા

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ સંક્રમણના 28 નવા કેસ મળીઆવ્યા છે. જિલ્લામાં કોરોના કેસનો આકડો બે હજારની નજીક પહોચ્યો હતો. જિલ્લામાં સંક્રમણના કુલ કેસની સંખ્યા 1998 પહોંચી છે. ગોધરા શહેરના નિરાંત વૃધ્ધાશ્રમમાં કોરોનાની એન્ટ્રી થઇ હતી. વૃધ્ધાશ્રમના એક 70 વર્ષીય વૃધ્ધનો રીપોર્ટ કોરોના પોજીટીવ આવ્યો હતો. જયારે બામરોલી રોડના ભવાની નગરના એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોનાગ્રસ્ત થયા હતા. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 18 કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 10 કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી 9, હાલોલમાંથી ૦૭ અને કાલોલમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૫૮૭ કેસ નોંધાયા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી 3, હાલોલ ગ્રામ્યમાંથી 3, ઘોઘમ્બા ગ્રામ્યમાંથી 1 અને શહેરા ગ્રામ્યમાંથી 3 કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા 411 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 16 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 1635 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 262 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

કોરોનાથી 1નું સારવાર દરમિયાન મોત
પંચમહાલ જિલ્લામાં કોરોના 1998ના આંકડા સુધી પહોંચી ગયો છે. ગોધરાના એક વેપારીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. તેમનો ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ તેમને કોવિડ કે નોન કોવિડમાં ગણાશે. જિલ્લામાં કુલ 49 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું નોંધાયું છે. જેમાં 41 પુરુષ અને 8 મહિલાઓના કોરોનાથી મોતમાં સમાવેશ થાય છે. જ્યારે નોન કોવિડથી 44 જણાંના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...