કોરોના મૃતક સહાય:પંચમહાલમાં કોરોના મૃતકનો આંકડો 71 ,269ને સહાય ચૂકવી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 607 ફોર્મનું વિતરણ થયું : 599 ફોર્મ ભરાઇને અાવ્યા

પંચમહાલમાં કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેરમાં અનેક લોકોના મૃત્યુ થયા છતાં અારોગ્ય વિભાગે કોવિડથી 71 દર્દીઅોના મૃત્યુ પામ્યાનો અાંકડો જાહેર કર્યો હતો. જયારે બીનસત્તાવાર કોરોનાથી 700 જેટલી મૃત્યુ પામ્યા ની અાંશકા સેવાઇ હતી. ત્યારે સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરીવારજનોને 50 હજારની સહાય ની જાહેરાત કરતાં અત્યાર સુધી 269 મૃતકોના પરિવારને રૂા.1,34, 00,000ની સહાય ચુકવી દેવાઇ છે. અારોગ્ય ના 71 મૃતકોના અાંક સામે મહેસુલ વિભાગે 269 મૃતકોની સહાય ચુકવતાં અાંકડાઅોની પોલ ખુલી હોય છે.

જિલ્લામાં અત્યાર સુધી કોરોના મૃતક માટેની સહાયના 607 ફોર્મનો ઉપાડ થયો જેમાંથી 599 ફોર્મ જમા કર્યા છે. જેમાંથી અારોગ્ય વિભાગે જાહેર કરેલ યાદીમાંથી 48 અને અારોગ્ય વિભાગની યાદી સીવાયના 221 મૃતકોને મળીને કુલ 269 મૃતકોના પરિવારને સહાય અાપી છે. જયારે જમા થયેલા ફોર્મમાં સિવિલ માં કોરોના પોઝીટીવ અાવ્યો હોય પણ મૃત્યુ અન્ય કારણથી બતાવેલ હોય તેવા અનેક ફોર્મ રચેલી સહાય કમીટી સમક્ષ તપાસ બાદ સહાય ચુકવા શે. અોનલાઇન ભરવાની પ્રક્રીયા શરૂ કરવામાં અાવી છે.

10 દિવસમાં સહાય મળી ગઇ
મારા પિતાજીનું કોરોના મહામારીમાં અવસાન થયું હતું. ત્યારબાદ સરકાર દ્વારા કોરોના મૃતકોને સરકારી નાણાંકીય સહાય આપવાની જાહેરાત કરી કરી હતી. જેની પ્રક્રિયા મેં 25 નવેમ્બરના રોજ કરી હતી. અને મને દસ જ દિવસમાં સહાયના રૂા. 50 હજાર ખાતાંમાં જમા થઇ ગયા હતા. > દિવ્યેશ ડાહ્યાલાલ દરજી ,કોરોના સહાય મેળવનાર

સિવિલના સર્ટિમાં નેચરલ ડેથ લખેલ હોવાથી ફોર્મ અટવાય છે
સહાયના ફોર્મ જમા થયા બાદ ફોર્મ તપાસણી વખતે મેડીકલ કર્મી હાજર ન હોવાથી મહેસુલ વિભાગને મેડીકલી સમજના અભાવે કેટલાય ફોર્મ કમીટી માં મોકલી અાપે છે. સિવિલ માં કોવિડથી મોત હોવા છતાં સર્ટીમાં નેચરલ મૃ્ત્યુ કારણ લખવાથી ગ્રામ વિસ્તારના અનેક લોકો ધક્કા ખાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...