તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પંચમહાલમાં 1200 સેન્ટર પરથી કોરોનાની વેક્સિન અપાશે, રસીકરણ કરવા માટે જિલ્લાની ટાસ્ક ફોર્સની તડામાર તૈયારીઓે

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રસીકરણ માટે જિલ્લામાં ચાર કેટેગરીમાં રસી મૂકવામાં આવશે
 • નવા વર્ષ 2021ના પ્રથમ માસમાં કોરોનાનંુ રસીકરણ શરૂ કરાશે
 • કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના કેસમાં ઉછાળો
 • જિલ્લામાં કોરોના કેસનો આંક 3400ની નજીક

પંચમહાલ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. જિલ્લામાં કોરોના કેસનો આંકડો 3400ની નજીક પહોંચી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન દ્વારા કોરોનાની રસી વહેલી તકે દેશની પ્રજાને આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતાં પંચમહાલ જિલ્લામાં વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું. કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાએ ટાસ્કફોર્સ બનાવીને રસીકરણ માટે સુવિધાઓ ઉભી કરવાની તડામાર તેયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામા રસીકરણ ચાર કેટેગરીમાં કરવામાં આવશે. જિલ્લાના 1200 સેન્ટર પરથી કોરોના રસીકરણ પોલિયા રસીકરણની જેમ શરૂ કરવામાં આવશે. જેના માટે કોલ્ડ સ્ટોરેજ માટે જિલ્લામાં તમામ જરૂરિયાત ઉપલબ્ધ હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા 6 રેફ્રિજરેટરની માગ કરાઇ છે. જિલ્લામાં 75 કોરોનાની રસી માટે કોલ્ડ સંગ્રહ કેન્દ્ર બનાવાશે.

સૌ પ્રથમ કોરોનાની રસી જિલ્લાના 8 હજાર જેટલાં હેલ્થ વર્કરોને મૂકાશે
સૌ પ્રથમ જિલ્લામાં 8 હજાર જેટલા હેલ્થ વર્કરોને રસીકરણ કરવામાં આવશે બાદમાં અન્ય લોકોને રસી અપવામાં આવશે. જાન્યુઆરીના પ્રથમ 15 દિવસમાં કોરોનાની વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. રસીકરણ દરમ્યાન કોઇ અડચણ વગર મેગા અભિયાન પાર પાડવા પંચમહાલ જિલ્લામાં એસડીએમની અધ્યક્ષતામાં તાલુકા ટાસ્કફોર્સની રચના કરીને રસીકરણની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે.

વેક્સિન સંગ્રહ માટે જિલ્લામાં તમામ સામગ્રી ઉપલબ્ધ
જિલ્લામાં 1200 સેન્ટર પર રસીકરણ કરવા માટે એક બુથ પર વેકસીનેરટ સાથે બે આસીસ્ટન તથા બે વોલેંટ્રીયર્સ તૈનાત રહેશે. અને એક દિવસમાં એક બુથ પરથી 100 લોકોને રસી મુકવામાં આવશે. 75 કોલ્ટસ્ટોરેજ ઉભા કરાશે. રસી માટે નીચા તાપમાનની જરુરીયાત માટે આઇસ લાઇન્ટ રેફ્રિઝરેટર, ડિપ ફીઝર, વેકસીન બોક્ષ સહીતની સામ્રગી ઉપલબ્ધ હોવાથી તેઓની ચકાણસીની કામગીરી હાલ ચાલી રહી છે.

જાન્યુઆરીના પ્રથમ 15 દિવસમાં રસી આવશે
જિલ્લા ટાસ્કફોર્સ વેક્સિનેશનની તૈયારી માટે મીટિંગ યોજી રહ્યા છે. જાન્યુઆરીના પ્રથમ 15 દીવસમાં રસી આવશે તેને લઇને રસી આપનાર આરોગ્ય કર્મીઓ ડેટા એકત્ર કરી રહ્યા છે. રસીકરણ પણ ત્રણ તબક્કામાં થશે પ્રથમ જેને રસી આપવામાં આવશે તેને અમુક દિવસના અંતરે રસીનો બીજો ડોઝ બાદમાં ત્રીજો ડોઝ આપવામાં આવશે.

કોરોના વેક્સિન હાલ અંતિમ ટ્રાયલમાં
જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે કોરોનાની વેક્સિનનું અંતિમ ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે રસીકરણ માટે જિલ્લામાં ચાર કેટેગરીમાં રસી મુકવામાં આવશે. પ્રથમ જિલ્લાના 8 હજાર જેટલાં હેલ્થ વર્કરો, બીજી કેટગરીમાં સરકારી વિભાગની તમામ કચેરી જેવીકે મહેસુલ,પોલીસ, રેવન્યુ સહીતના 23 વિભાગો, ત્રીજી કેટેગરીમાં 50 વર્ષની વધુ ઉમંરવાળા જરૂરીયાત વાળાએ તથા ચોથી કેટેગરીમાં અન્ય બીમારી ધરાવતાં 50 વર્ષથી નીચે ઉમંરવાળાઓને કોરોનાની રસી મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો