100 ટકા રસીકરણ:પંચમહાલમાં કોરોના વેક્સિનેશન 98 ટકા પર પહોચ્યું 620માંથી 619 ગામો 100 ટકા વેક્સિનયુક્ત બન્યાં

ગોધરા, દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં 100 કરોડ રસીકરણનો આં​​​​​​​કડો પહોંચતાં ગોધરામાં ઉજવણી કરાઇ : પોલીસ બેન્ડની મધુર સૂરાવલીઓથી વોરિયર્સને સન્માન અપાયું
  • ​​​​​​​દેશે સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરતાં દાહોદની ઝાયડસમાં ઉજવણી કરાઇ

પંચમહાલ જિલ્લામાં 6 જાન્યુ.થી વેક્સિનેશનની કામગીરી કરવામાં અાવી હતી. જિલ્લા અારોગ્ય વિભાગની ટીમોએ કાર્યરત બનીને ઘરે ઘરે અને ગામડે ગામડે પહોંચીને રસીકરણ વેગવંતુ બનાવતાં જિલ્લાના 620 ગામમાંથી 619 ગામમાં 100 ટકા કોરોનાની રસીકરણની સિદ્ધિ હાંસલ કરી હતી. તેમજ અારોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરીને જિલ્લામાં 16,62,106 વ્યક્તિઅોઅે રસીનાે પ્રથમ અને બીજો ડોઝ લઇ લીધો છે.

જેમાં પ્રથમ ડોઝ 10,96,704 તથા બીજો ડોઝ 5,65,402 વ્યક્તિઅોઅે લીધો હતો. અામ જિલ્લામાં વેક્સિનેશનનો અાંકડો 98 ટકા પર પહોંચ્યો હતો. જયારે બીજા ડોઝનંુ 50 ટકા જેટલું રસીકરણ થયું હતું. કુલ રસીકરણમાં 9,02,469 પુરુષો અને 7,59,366 સ્ત્રીઅોએ વેક્સિનેશન કરાવ્યું છે. ત્યારે અમુક વિસ્તારમાં બાકી રહેલ રસીકરણ વહેલી તકે પૂર્ણ કરીને અારોગ્ય વિભાગ જિલ્લાને 100 ટકા રસીકરણવાળો બનાવશે.

દેશે 100 કરોડ રસીકરણની સિદ્ધિ મેળવતાં ફુગ્ગા ઉડાડીને ઉજવણી
દેશે 100 કરોડ રસીકરણની સિદ્ધિ મેળવતાં ફુગ્ગા ઉડાડીને ઉજવણી

અત્યાર સુધી કુલ 100 કરોડ ડોઝ દેશના નાગરિકોને અપાતા ઉજવણીના ભાગરૂપે આરોગ્ય કર્મીઓ અને કોરોના વૉરિયર્સને સરદાર નગર ખંડ, ગોધરા ખાતે પોલિસ બેન્ડ દ્વારા મધુર સૂરાવલીઓ રેલાવી અનોખી રીતે સન્માન્યા હતા.ગોધરા સિવિલ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ સહિત કોરોના વિષયક ફરજ બજાવનાર અધિકારીઓ-કર્મચારીઓને ડીડીઓ અર્જુનસિંહ બી. રાઠોડ તેમજ જિ.પોલીસ વડા ડો. લીના પાટિલે તેમના પ્રદાનને બિરદાવ્યું હતું.

અર્જુનસિંહે જણાવ્યું હતું કે આ વોરિયર્સે દોઢ વર્ષ કરતાં વધુ સમયથી કોરોના અને રસીકરણ સંબંધિત કામગીરી કોઇ પણ બ્રેક લીધા વગર કરતા રહીને લોકોને સુરક્ષિત કરવાના અભિયાનમાં જે અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેને વધાવવાનો આ એક પ્રયાસ હતો. પોલીસ બેન્ડના ‘કિસી કી મુસ્કરાહટો પે હો નિસાર..’ સહિતના વિવિધ ગીતોથી વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું હતું.

કોરોના વેક્સિનેશનમાં દેશે આજે 100 કરોડ વેક્સિનની વૈશ્વિક સ્તરે સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરતાં આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કરાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર આ ઉજવણીમાં સહભાગી થયા હતા. જિલ્લા વિકાસ અધિકારી પરમારે જિલ્લાના આરોગ્યકર્મીઓ સહિતના કર્મચારીઓને આ સિદ્ધિમાં યોગદાન બદલ અભિનંદન આપ્યા હતા.

તેમણે જિલ્લામાં 100 ટકા વેક્સિનેશનની નેમ પણ વ્યક્ત કરી હતી. જિલ્લા પોલીસ વડા જોયસરે નાગરિકોએ કોરોના વેક્સિનેશનમાં આપેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ અભિયાનમાં સાથ આપનારા તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવી તેમની નિષ્ઠાની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત અધિકારીઓએ ઝાયડસ હોસ્પિટલના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિની સુમધુર ધૂનો છેડવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય જિ.આરોગ્ય અધિકારી સી.આર. પટેલ, ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સીઓઓ ડો. સંજય કુમાર સહિતના અધિકારીઓ, પોલીસકર્મીઓ, આરોગ્યકર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

કુલ 12.61 લાખ લોકોને બંને ડોઝ સાથે મહીસાગર રાજ્યમાં પ્રથમ 5માં
લુણાવાડા. વૈશ્વિક મહામારી કોરોના સામે દેશવાસીઓને રક્ષિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન અને નેતૃત્વ હેઠળ 100 કરોડ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી રસીના ડોઝ આપીને અપ્રતિમ સફળતા મળી છે.

આ સફળતાની ઉજવણી અંતર્ગત મહિસાગર જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર અને ડીડીઓ કે. ડી. લાખાણી, આરોગ્ય સમિતિના ચેરમેન, મુખ્ય જિ.આરોગ્ય અધિકારી ડૉ. એસ. બી. શાહ સહિત જિલ્લાના તમામ આશાવર્કર બહેનો અને ફીમેલ-મેલ હેલ્થ વર્કરોએ અાકાશમાં 100 ફુગ્ગા ઉડાડીને તથા આરોગ્ય કેન્દ્રોમાં રંગોળી પૂરીને ગુરુવારે જાણે કે દિવાળીની ઉજવણીનો તહેવાર હોય તેમ ખુશાલી વ્યકત કરી હતી.

આ સફળતાની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટર અને જિ.વિકાસ અધિકારીએ કોરોનાના આ કપરા કાળમાં આરોગ્ય કર્મયોગીઓએ હિંમત બતાવીને કોઇપણ જાતની રજા મૂકયા સિવાય સતત રાત-દિવસ નાગરિકોના આરોગ્‍યની સેવામાં કાર્યરત રહીને ફરજો બજાવી હતી.

તે જ રીતે નાગરિકોની સુરક્ષા માટે વેકસિનની કામગીરી કરીને રાષ્ટ્રને જે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં પોતાની ભૂમિકા અદા કરી છે તેને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આ જ જોમ-જુસ્સાથી ટીમ સતત કાર્યરત રહીને જિલ્લાને સો ટકા રસીકરણયુકત બનાવવાની દિશામાં કાર્ય કરશે તેવી શ્રદ્ધા વ્યકત કરી હતી. હાલ જિલ્લામાં 12.61 લાખ લોકોએ બંને ડોઝ લઇ લીધા છે.

જિલ્લામાં તાલુકાદીઠ પ્રથમ અને બીજા ડોઝના રસીકરણની સ્થિતિ

તાલુકોપ્રથમ ડોઝબીજો ડોઝ
જાંબુઘોડા2794216006
હાલોલ16996381211
ઘોઘંબા14634481704
કાલોલ14124485031
મોરવા(હ) 12866168873
શહેરા18922996510
ગોધરા292865130597
---

અન્ય સમાચારો પણ છે...