કોરોના અપડેટ:સાંપાના કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલા 14 લોકોના કોરોનાના રિપોર્ટ નેગેટીવ

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગે માઇક્રોકન્ટેઇમેન્ટ ઝોન જાહેર કર્યો હતો
  • કોરોના 9612 કેસ થયા : કુલ 18.62 લાખ રસીકરણ થયું

પંચમહાલ જિલ્લામાં 103 દિવસ બાદ હરિદ્રારથી પાછા ફરેલ સાંપા ગામના અાધેડનો રીપોર્ટ કોરોના પોઝિટિવ અાવતાં તેને ગોધરાની કોવિડ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડયો હતો. હાલ તેની તબિયત સુધારા પર છે. ત્યારે અારોગ્ય વિભાગે કોરોનાગ્રસ્ત અાધેડના મકાન સહીતનો વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.

અારોગ્ય વિભાગે અાધેડના સંપર્કમાં અાવેલા 14 લોકોના કોરોના ટેસ્ટના લેવા સેમ્પલ લીધા હતા. તેઅો તમામ રીપોર્ટ નેગેટીવ અાવ્યા હતા. અેક કોરોના પોઝિટિવ અાવ્યા બાદ જિલ્લામાં અેક પણ કોરોના કેસ નોધાયો નથી. જિલ્લામાં અત્યાર સુઘી કોરોના કુલ 9612 કેસ થયા છે. અને અેક કેસ સારવાર હેઠળ છે. જિલ્લામાં રસીકરણ જોર પર હોવાથી મંગળવારે જિલ્લામાં પ્રથમ અને બીજા ડોઝ 9350 વ્યક્તિઅોઅે રસી લીધી હતી. જિલ્લામાં અત્યાર સુઘી પ્રથમ અને બીજા ડોઝનું કુલ 18,62,607 વ્યક્તીઅોઅે રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...