તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બ્લાસ્ટ:ગોધરા શહેરમાં કોરોનાની આગેકૂચ માત્ર બે જ દિવસમાં 30 કેસ નોંધાયા

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પંચમહાલમાં 2 દિવસમાં કોરોનાના 53 કેસ સાથે કુલ 4470
 • શહેરના મોટાભાગના વિસ્તારોને કન્ટેન્મેન્ટ તરીકે જાહેર કર્યા

પંચમહાલ જિલ્લામાં સોમવારે 26 અને મંગળવારે 27 કોરોના પોઝિટિવ કેસ નોધાતાં જિલ્લામાં કોરોના કુલ 4470 કેસ થયા હતા. આમ બે દિવસમાં જિલ્લામાં કોરોના કહેર વધતાં કુલ 53 કોરોના કેસ મળી આવ્યા હતા. જ્યારે તેની સામે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાં સોમવારે 8 અને મંગળવારે 32 દર્દીઓ સાજા થતાં બે દિવસમાં કુલ 40 દર્દીઓને રજા આપવામાં આવતા જિલ્લામા કુલ 4100 દર્દીઓ સાજા થયા હતા.

ગોધરા શહેરમાં સોમવારે 10 કોરોના પોઝિટિવ અને મંગળવારે 20 કેસ મળી આવતાં બે દિવસમાં કુલ 30 કોરોના કેસ નોધાતા શહેરમાં કોરોના બેકાબૂ બન્યો હતો. બે દિવસમાં ગોધરા શહેરમાં 30, હાલોલમાં 8, કાલોલમાં 7 કેસ નોધાયા હતા શહેરી વિસ્તારમાં કુલ 3354 કોરોના કેસ થયા હતા. જ્યારે બે દિવસમાં ગ્રામ્ય વિસ્તાર એવા ગોધરામાં 2, હાલોલમાં 1, કાલોલમાં 3, મોરવા(હ)માં 1 તથા જાંબુઘોડામાં 1 કોરોના કેસ નોધાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1116 કેસ થયા હતા. આરોગ્ય વિભાગે એક કોરોના દર્દીઓ નોંધાતા કોવિડથી 70 અને નોન કોવિડથી 78 દર્દીઓના મોત થયા હતા. જિલ્લા કોરોના કેસ વધતાં જિલ્લામાં કોરોના સક્રિય કેસની સંખ્યા 220 થયા પામી હતી.

મંજૂરી વગર બહાર નીકળવા પર પ્રતિબંધ
ગોધરામાં કોરોના કેસો મળી આવતાં વહીવટી તંત્રે કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કર્યા છે. આવા વિસ્તારના રહીશોએ પૂર્વ મંજૂરી વગર બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. તેનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે. કન્ટેન્મેન્ટ એરિયામાં બિનજરૂરી અવર જવર કરવી નહિ અને જાહેર ફળીયા/ સ્થળમાં ફરજિયાત માસ્ક પહેવાનું રહેશે. ગોધરા શહેરના મોટાભાગના વિસ્તારોના 176 ઘરોને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો