તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મીઓની હાલાકી:કોવિડમાં જીવના જોખમે હોસ્પિટલમાં ફરજ બજાવનાર કોન્ટ્રાક્ટના કર્મીઓને પગાર ચૂકવ્યા વગર છૂટા કરાયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાજરી પત્રક મંગાવ્યુ છે મે માસનો પગાર ચૂકવીશું : તંત્ર
  • હંગામી 53 કર્મીઓમાંથી કેટલાક કર્મીઓને બે માસનો પગાર ચૂકવાયો નથી : 16 કરાર કર્મીઓને બાદ કરતાં તમામ કર્મીઓને નોકરીમાં પાણીચું અપાયુ

કોરોનામાં કોવિડ હોસ્પિટલોમાં ફબજ બજાવવા અારોગ્ય વિભાગ દ્વારા પંચમહાલના બોન્ડેડ ડોકટરને શોધીને કોવિડમાં ફરજ બજાવવા નોટીસો અાપી હતી. જો અાવા બોન્ડેડ ડોકટરો કોરોનામાં ફરજ બજાવવા ચુકી જતાં હોય ત્યારે ગોધરા સિવિલમાં કોવિડની ખરી પીકમાં ફરજ બજાવતાં કરાર અાધારીત 53 કર્મીઅોને છુટા કરી દેતાં કરાર કર્મીઅોની રોજગારી છીનવાતાં મુશ્કેલીમાં મુકાયા હતા. કોરોના મહામારીમાં કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીઅોથી હોસ્પિટલો ઉભરાઇ હતી.

ત્યારે ડોકટર સાથે અારોગ્ય કર્મીઅોની ભારે અછત સર્જાતાં સરારે હંગામી ધોરોણે 3 માસ માટે કરાર અાધારીત કર્મચારીઅોની ભરતી કરી હતી. ગોધરા કોવિડમાં નર્સ, કોવિડ અાઇસીયુ, અોકસીજન બોટલો બદલવા તથા સર્વેન્ટ તરીકે 69 જેટલા કર્મીઅોની ભરતી કરી હતી. તેઅોને પગાર માટે સરકારે ગ્રાન્ટ પણ અાપવાનું નક્કી કરાયું હતુ. અા હંગામી કર્મીઅોઅે કોવિડના ખરા સમયમાં માનવતાં દાખવીને કોરોના કાળમાં પોતાની પરવાહ કર્યા વગર ફરજ બજાવી હતી.

પણ કોરોનાનું સંક્રમણ શાંત પડતાં સરકારે અાવા હંગામી કર્મચારીને છુટા કરવાનો અાદેશ કરતાં ગોધરા સિવિલમાં ફરજ બજાવતાં 53 કરાર કર્મીઅોને વિધિવત 30 જુન 21ના રોજ છુટા કર્યા હતા. જયારે હાલ અારટીપીસીઅાર ટેસ્ટ અને અાઇસીયુની કામગીરી ચાલુ હોવાથી 16 જેટલા કરાર અાધારીત કર્મચારીઅોને ફરજ બજાવવાનું કહ્યું હતું. અાવનારા સમયમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરની શકયતાઅોને લઇને ગંભીર પરિસ્થિતી સર્જાઇ ત્યારે સરકાર પાસે અપુરતા સ્ટાફના લીધે કદાચ અફરાતફરી મચી શકે તેમ છે.

હંગામી કર્મીઅોને બે માસનું વેતન ચૂકવ્યું નથી
જયારે જરૂર હતી ત્યારે સ્થાનિક કક્ષાઅેથી ગોધરાની કોવિડ હોસ્પીટલમાં હંગામી કર્મચારીઅોને ભરતી તો કરી પણ તેઅોઅે કરેલી ફરજનું વળતર અાપવામાં કચાસ કરવામાં અાવી છે. છુટા કરેલા 53 કર્મીઅોમાંથી કેટલાક હગામી કર્મીઅોને ફરજ બજાવેલા બે માસનું વેતન ચુકવામાં અાવ્યું નથી.

સિવિલ હોસ્પિટલમાંથી તેઅોની હાજરપત્રક સમયસર ન પહોચતાં તેઅો બે માસનો પગારથી વંચિત રહ્યા છે. વહીવટી તંત્રે સમય કરતા વહેલા છુટા તો કર્યા પણ સાથે છુટા કરેલા કેટલાય કર્મીઅોને પગાર પણ નહિ ચુકવીને હંગામી કર્મીઅોનું શોષણ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજગારી છીનવાતાં છુટી થયેલી કેટલીક હંગામી નર્સોઅે જિલ્લા કલેકટરને રજુઅાત કરી હતી.

મે માસનો પગાર ચૂકવીશું
સરકારનો અાદેશ અાવતાં ગોધરા સિવિલ હોસ્પીટલમાં હંગામી કર્મચારીઅોને છુટા કરેલા છે. જેમાંથી કેટલાક હંગામી કર્મચારીઅોને બે માસનો પગાર મળ્યો નથી. તેઅોના હાજરી પત્રક અાવી ગયા છે. તેઅોને મે માસનો પગાર ચુકવીશું બાદમાં જુન માસનો પગાર પણ અાપી દઇશુ.> ડો.મીનાક્ષી ચાૈહાણ, જિલ્લા અારોગ્ય અધિકારી, પંચમહાલ

અન્ય સમાચારો પણ છે...