આરોગ્ય વિભાગની તપાસ શરૂ:ગોધરામાં ખાનગી હોસ્પિટલમાં ડિસ્ચાર્જ દર્દીના નામે રેમડેસિવિર માગ્યાની ફરિયાદ

ગોધરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા- હાલોલની ખાનગી હોસ્પિટલોમાં 5000 રેમડેસિવિર અપાયા હતા
  • રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી થતી હોવાની શહેરમાં ચર્ચા

કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્થીતિ ગંભિર બનતા ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશનની ભારે માંગ ઉઠી હતી. સરકાર પાસે રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો આવતાં ખાનગી હોસ્પિટલના દર્દીઓને સરકાર તરફથી રેમડેસિવિર ઇન્જેકશન આપવામાં આવતાં હતા.

ખાનગી હોસ્પિટલના કોરોના દર્દીઓના રીપોર્ટના આધારે સરકાર હોસ્પિટલને રેમડેસિવિર ઇન્જેકશન પુરા પાડતાં હતા. સરકારે ગોધરાની ખાનગી હોસ્પિટલોને 3 હજાર જેટલા અને હાલોલની ખાનગી હોસ્પિટલોને 2 હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેશન આપ્યા હતા. હાલમાં એક ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા કોરોનાના દર્દીને ડિસ્ચાર્જ કરાયો છે. પરંતુ તેના નામે સરકારી કોટામાંથી નોડલ ઓફિસર પાસે ઈન્જેકશનની માંગણી કરાયાની ફરિયાદ આવતાં ખળભળાટ મચ્યો હતો.

રેમડેસિવર ઈન્જેકશન આ પ્રકારે ખાનગી હોસ્પિટલે સગેવગે કર્યા હોવાની ફરિયાદ જિલ્લા વહીવટી તંત્રને મળતાં આરોગ્ય વિભાગે યોગ્ય તપાસ કરી રીપોર્ટ રજૂ કરવાના આદેશો જારી કર્યા હતા. ખાનગી હોસ્પિટલ દ્વારા રેમડેસિવિર ઇન્જેકશન તિકડમ કરીને મેળવીને ઉંચા ભાવે વેચ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે સરકારી કોટાના રેમડેસિવિર ઇન્જેકશનની કાળા બજારી કરી કેટલીક ખાનગી હોસ્પિટલો માલામાલ થઇ હોવાની વાતો શહેરમાં થઇ રહી હતી.

રેમડેસિવિર ઇન્જેકશન ખાનગી તબીબે મૂક્યા છે કે નહિ તેની તપાસ
જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને સરકારે રેમડેસિવિરનો મોટા પ્રમાણમાં જથ્થો નિયમ અનુસાર આપ્યો હતો. તંત્રે પણ કાચું કાપ્યા વગર ખાનગી હોસ્પિટલમાં સારવારમાં કોરોનામાંથી સાજા થયેલા ડેટા એકત્રિત કર્યા છે.

ખાનગીમાં સારવાર લેતા અને સરકારી કોટામાંથી રેમડેસિવિર આપેલા દર્દીઓને ટેલિફોનિક દ્વારા ઇન્જેકશન ખાનગી તબીબે મૂકયા છે કે નહિ તેની તપાસ કરે છે. જો કોઇ દર્દીને ઇન્જેકશન ન મૂકયા હોય તેવા તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે રેમડેસિવિર માગ્યાની ફરિયાદ મળી છે જેની તપાસ સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...