તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:‘તુ મને ગમતી નથી’ કહી દહેજ માંગી પરિણીતાને ત્રાસ અપાતાં ફરિયાદ

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાની મહિલા પોલીસ મથકે ફરિયાદ
  • નવીવાડીમાં મહિલાને શારિરીક-માનસિક ત્રાસ

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના બામરોલી રોડ ખાતે રહેતા અરુણભાઈ રણછોડભાઈ માછીની પુત્રી અલકાબેનના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે શહેરા તાલુકાનાં નવીવાડી ગામે આવેલાં યોગેશ્વર ફળિયામાં રહેતા અનિલકુમાર લક્ષ્મણભાઈ માછી સાથે થયા હતા. લગ્ન કર્યાના એક વર્ષ સુધી તેઓના પતિએ પરિણીતા સાથે યોગ્ય વ્યવહાર કર્યો હતો.

પરંતુ છેલ્લા બે વર્ષથી અનિલકુમાર માછી તેઓના પત્નીને જણાવતા હતા કે, તું મને ગમતી નથી, તું તારા બાપના ઘરે જતી રહે, મારે બીજી બૈરી લાવવાની છે, તેમ જણાવી ગુસ્સે થઈ અપશબ્દો બોલીને મારઝૂડ કરતા હતા, પરિણીતાના સાસુ કમળાબેન, સસરા લક્ષ્મણભાઈ બાબરભાઈ માછી અને નણંદ વાસંતીબેન માછી જણાવતા હતા કે મારા છોકરાને જે ગમે તે લાવશે, તું તારા બાપના ઘરેથી કઈ દર-દાગીના, કે ઘરની કંઈ ચીજવસ્તુ પણ લાવી નથી, અને દહેજ પેટે રૂપિયા લઈ આવ તેમ કહી સાસરિયાઓ ભેગા મળીને શારીરિક માનસિક ત્રાસ આપીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, ત્યારે આ બનાવને લઇને મહિલાઅે ગોધરા મહિલા પોલીસમથકે સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...