તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:મહિલાને નોકરીની લાલચ આપી 10 લાખનો ચૂનો ચોપડતાં ફરિયાદ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભેજાબાજોએ કેન્દ્રીય વિદ્યાલયનો બોગસ ઓર્ડર આપીને છેતરપિંડી કરી

ગોધરાના સાંપા રોડ ખાતેની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતી દિપીક્ષાબેન નિમેશકુમાર પટેલને શામળાજી મુકામે સેકન્ડરી હાઇસ્કુલમાં ગુજરાતી વિષયના શિક્ષકની ભરતીની લાલચ અાપનાર ગોધરાના પથ્થર તલાવડી પાસે રહેતા અાશિષ નાનજીભાઇ પટેલ અને તેમના પિતા નાનજીભાઇ પટેલ તથા સાબરકાંઠાના પ્રાંતીજના ઉમંગભાઇ પરસોત્તમભાઇ પટેલ અને ગોધરાના ભુરાવાવ પાસેની અાંબાવાડીમાં રહેતાં ડાહ્યાભાઇ જેઠાભાઇ પટેલે શિક્ષક તરીકે નોકરીનુ થઇ જશે તેવો વિશ્વાસ અાપ્યો હતો. ત્યાર બાદ અાશીષ પટેલની ધરે મિટીંગ કરતાં હાલ તો શિક્ષક તરીકે અલગ વિષય છે.

પણ અેક માસ બાદ યુનિવર્સીટીમાં કલાર્કની ત્રણ જગ્યા ખાલી પડવાની છે. તેમાં નોકરી અપાવાની લાલચ અાપી હતી. થોડાક દિવસ બાદ ગાંધીનગર યુનિવર્સીટીમાં કલાર્કની નોકરી મળી જશે તેમ કહીને ખર્ચો 24 લાખ જેટલો થશે તેમ અાશીષ અને તેના પિતા નાનજીભાઇઅે કહ્યુ હતુ. અને બાના પેટે રૂા.50 હજાર બાદ નોકરી મળી જશે તેવા વિશ્વાસમાં લઇને મહિલા પાસેથી રૂા.13 લાખ ચેકથી લીધા હતા. ગાંધીનગરની યુનિવર્સીટીમાં હાજર થવાનો અોર્ડર પણ અાપ્યો હતો. અોર્ડરમાં ભુલ દેખાતા નવો અોર્ડર અાપતાં મહિલાના પતિને શંકા થતાં નોકરીના અાપેલા અોર્ડરની તપાસ કરતાં ગાંધીનગર યુનિવર્સીટીનો અાપેલો અોર્ડર બોગસ નીકળ્યો હતો.

જેથી મહિલાના પતિઅે અાપેલા રૂા.13 લાખ પાછા માંગતાં ના અાપતા ગોધરા અે ડીવીઝન પોલીસ મથકે અરજી અાપી હતી. અરજી અાપતાં વધુ રૂા.3 લાખ પાછા અાપ્યા હતા. પણ બાકીના રૂા.10 લાખ માંગવા છતાં ના અાપતાં અાખરે મહીલાઅે નોકરીની લાલચ અાપીને છેતરપીંડી કરનાર ચાર વિરુદ્ધ ગોધરા અે ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...