કાર્યવાહીની માંગ:ગોધરાની લેબોરેટરીઓમાં કોરોના ટેસ્ટના જુદા-જુદા ભાવથી ફરિયાદ

ગોધરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એપેક્ષ લેબોરેટરીના સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ
  • ગોધરાના સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત

ગોધરામાં કોરોનાના ટેસ્ટના લેબોરેટીઓમાં અલગ અલગ ભાવ લેવાતા સામાજિક કાર્યકર સંજય ટહેલ્યાણી દ્વારા કલેક્ટરને લેખિત રજૂઅાત કરવામાં અાવી છે. જેમા જણાવ્યું હતંુ કે હાલ દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. જેને લઇને ગુજરાત સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ માટે ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

ગોધરામાં (પંચમહાલ) પણ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રજાને તકલીફ ન પડે તે હેતુથી જિલ્લાની તમામ લેબોરેટરીમાં કોરોના ટેસ્ટિંગના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. અને જિલ્લાની તમામ ખાનગી લેબોરેટરીવાળાને તેનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યંુ છે. પરંતુ ગોધરામાં આવેલી એપેક્ષ લેબોરેટરીના સંચાલક દ્વારા જિલ્લા કલેક્ટર દ્વારા નક્કી કરેલા ભાવ લેવાની જગ્યાએ પોતાની રીતે ભાવ વસૂલવામાં આવે છે.

જ્યારે શહેરની અન્ય લેબોરેટરીમાં એ જ ટેસ્ટનો ભાવ ઓછો વસૂલવામાં આવી રહ્યો છે. જેને કારણે શહેરી તથા ગ્રામ્ય પ્રજા ભાવના તફાવતને લઇને અસમંજસમાં મુકાઇ ગઇ છે. જ્યારે બીજી બાજુ એપેક્ષ લેબોરેટરીના સંચાલક દ્વારા ભાવ વધારે વસૂલવામાં આવતાં આ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઅાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...