લૂંટ:ગોધરામાંથી બાળકીનું અપહરણ કરનારે અગાઉ આધેડને લૂંટતા ફરિયાદ

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અાધેડને બાઇક ઉપર બેસાડીને અવાવરુ જગ્યા લઇ જઇ રૂા.3500ની લૂંટ કરી હતી

ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ પાસેથી સામલી બેટીયાના રોશન ઉફે નાનો નટવરલાલ ચાેહાણે બાઇક પર બાળકીનું અપહરણ કર્યાના સમાચાર ગોધરાના મહમંદભાઇ અબ્દુલકરીમભાઇ વ્હોરાઅે સમચાર પેપેરમાં વાંચ્યા બાદ તેઅોની પાસેથી રોશને રૂા.3500ની લૂંટ કરતી ફરીયાદ નોધાવી હતી.

16 ડિસેમ્બરે ગોધરાના સૈયદવાડા પાસે પાપડી લઇને જતાં મહમંદભાઇને લાલ કલરની પલ્સર બાઇક લઇને રોશન અાવીને મારે પણ પાપડી બનાવીને મારું ઘર ગોન્દ્રા વિસ્તારમાં હોઇ ઘરેથી પેસા અાપીશ તેમ કહીને મહમંદભાઇ વ્હોરાને બાઇક પર બેસાડીને ગોધરાના વિવિધ વિસ્તારમાં ફેરવી મહમંદભાઇને સુમસામ જગ્યાઅે લઇ જઇને મારી નાખવાની ધમકી અાપીને મહમંદભાઇના રોકડા રૂપિયા 3500ની લૂંટ કરીને નાસી ગયાની ફરીયાદ ગોધરા અે ડિવિઝન પોલીસ મથકે નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...