તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરીયાદ:ગોધરા તાલુકાની શાળાના રંગીલા આચાર્ય વિરુદ્ધ શિક્ષિકાની ફરિયાદ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • આચાર્યે બિભત્સ માંગણી કરતાં શિક્ષિકાએ ચંપલથી ફટકાર્યો
  • કાંકણપુર પોલીસ મથકે ફરીયાદ નોધાતાં શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય

ગોધરા તાલુકાની એક શાળાના બાલાસીનોર ખાતે રહેતાં કીરીટભાઇ નટવરભાઇ પટેલ આચાર્ય ફરજ બજાવતાં હતા. તે જ શાળામાં નોકરી કરતી શિક્ષીકા પર છેલ્લા અેક વર્ષથી એક તરફ પ્રેમમાં પાગલ હતો આચાર્ય. શાળામાં શિક્ષિકાને આચાર્ય પ્રેમ સંબધ રાખવા અવાર નવાર દબાણ કરતો હતો. પણ શિક્ષિકા આચાર્યનો પ્રેમ સંબધ નહિ સ્વીકારીને ના પાડી દીધી હતી. તેમ છતાં શિક્ષિકા પાછળ પાગલ આચાર્યે બીભત્સ માંગણી કરીને એકાંતમાં શારીરીક અડપલા કરવાની કોશિશ કરતો હતો.

શિક્ષિકાએ બે ત્રણ ચપલ ફટકારી દીધા
આચાર્ય પોર્ન વિડીયો બતાવવાનો પ્રયત્ન કરતાં શિક્ષિકાએ વિરોધ કર્યો હતો. તેમ છતાં પ્રેમમાં પાગલ આચાર્યએ લોકડાઉનનો ફાયદો ઉઠાવીને રોટેશન પધ્ધતિ મુજબ શાળામાં 50 ટકા હાજરીને લઇને શાળામાં આચાર્ય અને શિક્ષિકા ફરજ બજાવવા આવતાં હતા.તે દરમ્યાન શાળામાં એકલા હોવાનો ફાયદો ઉઠાવીને આચાર્ય એ શિક્ષિકાને પ્રેમ સંબધ બાંધવા દબાણ કરીને બિભત્સ શબ્દો પ્રયોગ કરતાં શિક્ષિકાએ બે ત્રણ ચપલ ફટકારી દીધા હતા.

શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય
એક તરફી પ્રેમમાં પાગલ આચાર્યે મોબાઇલ લાવવા શિક્ષિકાના પર્સમાં 50 હજાર રૂપિયા મુકી દેતાં શિક્ષિકાએ પૈસા ફેકી દીધા હતા. આચાર્યની અવાર નવાર પ્રેમ સંબધ રાખવાની માંગણી કરી હેરાનગતિ કરતાં શિક્ષિકાએ આચાર્ય વિરુદ્ધ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીને લેખિત અરજી કરી હતી. પરંતુ ત્યાં પણ શિક્ષિકાને ન્યાય ન મળતાં આ અંગેની પોલીસ ફરીયાદ શિક્ષિકાએ કાંકણપુર પોલીસ મથકમાં નોધાવતા શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો