ફરિયાદ:‘તું મારી સાથે લગ્ન કરી લે નહીં તો મહાતાંડવ થશે’ યુવક સામે ફરિયાદ

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતી સાથેના ફોટા વોટસઅેપ ગ્રૂપમાં મૂકીને યુવક છેડતી કરતો હતો
  • મોરવા(હ) પોલીસ મથકે વડોદરાના યુવક સામે ફરિયાદ નોધાઇ

મોરવા(હ) તાલુકાની યુવતી સાથે વડોદરાના યુવાને વોટસઅપ ગ્રૃપમાં બંનેના ફોટા મુકીને મહાશિવરાત્રીના દિવસે મહાતાંડવ થશે તેવા ધમકી ભર્યા મેસેજ કરી યુવતીની છેડતી કરતો હોવાની ફરીયાદ નોધાઇ હતી.મોરવા(હ) તાલુકાની વ્યવસાયે વકીલ યુવતી સાથે વડોદરાના પ્રજ્ઞેશભાઇ વસંતભાઇ માછીઅે મિત્રતા કેળવીને સાથે ફોટા પડાવ્યા હતા.

વડોદરાના પ્રજ્ઞેશે પોતાના મોબાઇલમાં વોટસઅપ ગૃપ બનાવીને અગાઉ પાડેલા બંનેના ફોટા અપલોડ કર્યા હતા. શિવરાત્રીના દિવસે પ્રજ્ઞેશે યુવતીને તને છેલ્લી તક અાપું છું તું મારી સાથે લગ્ન કરી લે નહિ તો તારા માટે સારૂ નહિ રહે અને તારા પરિવાર માટે પણ સારૂ નહિ રહે. અાજે મહાશીવરાત્રીનો દિવસ છે. મહાતાંડવ થશે. અને તુ વિનાશને નોતરે છે. તેવા ધમકી ભર્યા વોટસઅપ મેસેજ કરી અવારનવાર પીછો કરી છેડતી કરતો હોવાની ફરીયાદ યુવતીઅે મોરવા(હ) પોલીસ મથકે નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...