તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગોધરામાં બનાવટી કુલમુખત્યાર નામાથી ખોટા દસ્તાવેજો કરતાં 9 વિરુદ્ધ ફરિયાદ

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટે ફરિયાદ નોંધાવા હુકમ કરતાં અે ડીવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો

ગોધરાના અમદાવાદ હાઇવે ઉપર લીમ્બા તળાવ પાસે ફારુક અેહમદ સમોલના નાનીમાંની વડીલોની પાર્જીત જમીન અાવેલી હતી. અા જમીનનું ઇસ્માઇલ યુસુફ દેડકી, મોહમદ યુસુફ દેડકી, અેહમદ યુસુફ દેડકી,યાકુબ દેડકી, હુસેન દેડકી, હુસેન .અ. સત્તાર. દેડકી, ખાતુન અ. સત્તાર દેડકી, અાબેદાબીબી અ. સત્તાર દેડકી તથા ઇશાક ઇબ્રાહીમ ગાંજી નાઅો દ્વારા ખોટુ બનાવટી કુલમુખત્યાર નામું બનાવવામાં આવ્યું હતું.

વર્ષ 1998થી 2015 દરમ્યાન બનાવટી કુલમુખત્યારનામાના અાધારે અા તમામ દ્વારા જુની મામલતદાર કચેરી ખાતેની સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે ખોટા દસ્તાવેજો કર્યા હોવાની ફરીયાદ કોર્ટેમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે સી.અાર.સી.પી.સી કલક મુજબ પોલીસ ફરીયાદ નોધવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના અાધારે ગોધરા અે ડીવીઝન પોલીસ મથકે અા તમામ 9 ઇસમોઅે દસ્તાવેજો અને કુલમુખત્યાર નામું બનાવટી હોવાનુ જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરીને તેઅોના નામો જમીનમાં ખોટી રીતે દાખલ કરીને ગુનો કર્યો હોવાની ફરીયાદ ફારુક અેહમદ સમોલે નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો