તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કંજરી ગામે જુગાર રમતાં 7 જુગારીઓ વિરુદ્ધ ફરિયાદ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલોલના કંજરી ગામના નાયક ફળીયાની પાછળ ખુલ્લામાં પાના પત્તાનો જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી હાલોલ રૂરલ પોલીસને મળતા પોલીસે જુગારધામ પર છાપો માર્યો હતો. પોલીસે હારજીતનો જુગાર રમતા રાજુ અશોકભાઇ રાવળ, ધનશ્યામભાઇ રણછોડભાઇ નાયક, વિજયભાઇ ઉફે જગદીશ ઉફૈ જગો શનાભાઇ પરમાર, અજિતભાઇ રમણભાઇ પરમાર તથા ગોવીંદભાઇ શંકરભાઇનાઅોને પકડી પાડયા હતા. જયારે પોલીસને ચકમો અાપીને દિનેશ ઉફે ભુરો પરમાર તથા અેક બાઇક ચાલક નાસી ગયા હતા.

પોલીસે રોકડા નાણા, મોબાઇલ, બાઇક મળીને કુલ રૂા. 32730નો મુદ્દામાલ કબજે કરીને હાલોલ રૂરલ પોલીસ મથકે સાત જુગારીઅો વિરુદ્ધ ફરીયાદ નોધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...