વિધર્મીનું માસૂમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:ગોધરામાં 3 વર્ષના બાળકને મોબાઇલ જોવાના બહાને અવાવરું જગ્યાએ લઈ ગયો અને દુષ્કૃત્ય આચર્યું

ગોધરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગોધરા તાલુકાના એક ગામમાં 3 વર્ષના એક માસૂમ બાળકને મોબાઈલ બતાવવના બહાને પટાવી ફોસલાવીને યુવક સરફરાજખાન ઉફે સપુડો ઇબ્રાહીમભાઇ ઉફે સલીમ પઠાણ લઈ ગયો હતો. મોબાઈલ જોવાની વાતને લઈને સાથે આવેલા ત્રણ વર્ષના માસૂમને નજીકની અવાવરૂ જગ્યાએ લઇ જઇને યુવકે માસુમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને ફરાર થઇ જવા પામ્યો હતો .

બાળકે પિતાને બનાવની કરી જાણ
સમગ્ર બનાવની જાણ બાળકના પિતાને થતા તેના પિતાએ બાળકને તાત્કાલિક સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બાળકના પિતા દ્વારા સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ
પોલીસે યુવક સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપી યુવકને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવકને ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. પોલીસે આરોપીના મેડિકલ પરીક્ષણ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...