કાર્યવાહી:ચિખોદ્રાના ફાર્મહાઉસમાં ગાયનું માંસ નાખી ફસાવવાની કોશિશ કરનાર 3 સામે ફરિયાદ

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 તલાકની અદાવતે ગુનામાં ફસાવવા કાવતરંુ રચાયું : પોતે રચેલા ગુનાહિત કાવતરામાં જાતે ફસાયા
  • ગૌમાંસ નાખીને અન્ય પાસે પોલીસને બાતમી અપાવી હતી : મુખ્ય સૂત્રધાર કોણની ચર્ચા

ગોધરાના ચિખોદ્રા તળાવની પાસે સુલતાન અબ્દુલા મલાના ફાર્મના કંમ્પાઉન્ડના દરવાજા પાસે ગૌવંશનું કટીંગ કરેલ માંસ પડેલ છે. તેવી બાતમી ગોધરાના બી-ડિવિઝન પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસ પર તપાસ કરતાં દરવાજા પાસે 74 કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ આવતાં ફાર્મ હાઉસના સુલતાન મલા તથા તેમનો નોકર મોહમદ હનીફ ખંડુ આવી પહોંચીને પોલીસને જણાવેલ કે આ માંસનો જથ્થો અશરફ સિરાજ દોલતી તથા ઓવેશ ઇકબાલ પિત્તળ નંબર પ્લેટ વગરની એક્ટીવા પર આવીને નાખી ગયા હતા.

માંસ નાખતાં સુલતાન મલા તથા તેમના નોકરે દેખ્યા હોવાની હકીકત પોલીસને જણાવી હતી. માંસ બાબતે પોલીસને જાણ કરતા હતા. તે દરમિયાન પોલીસ ફોર્મ હાઉસ પર આવી ગઇ હતી. સુલતાન અબ્દુલા મલાનો નોકર મોહમદ હનીફ ખંડુની સાળીને સરફરાજ સિરાજ દોલતીએ ત્રણ તલ્લાક આપ્યા હતા. 3 તલ્લાક બાબતે સમાધાન થવા દેતા નથી તેવો વહેમ રાખીને સુલતાન મલાને અશરફ દોલતીએ ખોટા પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

પોલીસે માસના જથ્થાનું પરીક્ષણ વેનેટરી ડોક્ટર પાસે કરાવતા માંસનો જથ્થો ગાયનું હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી પોલીસે અશરફ સિરાજ દોલતી, ઇરફાન સિરાજ દોલતી તથા ઓવેશ ઇકબાલ પિત્તળ સામે કલમ 429, 506, 120(બી), 34 તથા ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ-2011ની કલમનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...