તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગોધરાના મટન માર્કેટમાં પરમિટ વિના માંસ વેચતા 23 સામે ફરિયાદ

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગોધરાના મટન માર્કેટમાં રેડ દરમિયાન પોલીસે ગેરકાયદેસર વેચાણ કરાતા માંસના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. - Divya Bhaskar
ગોધરાના મટન માર્કેટમાં રેડ દરમિયાન પોલીસે ગેરકાયદેસર વેચાણ કરાતા માંસના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.
 • પોલીસે રેડ પાડી 4ને માંસનું વેચાણ કરતાં પકડી પાડ્યા
 • વેચાણ કરનાર 15 ફરાર, રૂા.1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગોધરાના મીઠી ખાન મોહલ્લાના મટન માર્કેટમાં પાસ પરમીટ વગર ગૌવંશના માંસનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યું છે. જેથી જિલ્લા પોલીસવડાની સૂચનાથી 2 ડીવાયએસપી, 5 પીઆઇ, 6 પોસઇ તથા પોલીસ સ્ટાફની ટીમ બનાવી મટન માર્કેટમાં છાપો મારતા અફરા તફરી મચી ગઇ હતી. પોલીસે અબ્દુલ રહેમાન એહમદ સુરતી, કુબરા મોહમદ ભાગલીયા, રૂકૈયા અબ્દુલા દુલ્લી તથા શરીફા સીદ્દીક પીતળને ગૌમાંસનું વેચાણ કરતાં પકડી પાડ્યા હતા.

જયારે અન્ય ગૌવંશના માંસનું વેચાણ કરનાર કાસમ અબ્દુલ રહીમ, ખેરૂનિશા સાદીક હઠીલા, નફીસા સાદ્દીક હઠીલા, હારુન સઇદ હાજી વસ્કા, મેમુના વસ્કા, મેમની સુલેમાન ભાગલીયા, હુમાની હોલીયા, ફાતમા ફારુક તાસીયા, મેમુદા હારુન ટીલડી, અફસા ઇલ્યાસ ધંત્યા, સુલેમાન અબ્દુલ રહીમ યાયમન, ઇરફાન શોકત અલીયા, ઇશાક યુસુફ કચોના નાસી ગયા હતા. માંસનો જથ્થો મહેફુસા અહેમદ હુસેન હયાત , મુસા અહેમદ હયાત , જાડેખા યાકુબ વસ્કા તથા નફીસા એહમદ હુસેન હયાત પાસેથી લાવીને ગેરકાયદેસર વેચાણ કરતા હતા. તથા રિક્ષા ટેમ્પો તથા બાઇક પોલીસે કબ્જે કરી હતી.

પોલીસે સ્થળ ઉપરથી 325 કિલો ગૌમાંસનો જથ્થો, અતુલ રિક્ષા, એક બાઇક, નાની છરી નં-16, મોટી છરી નં-2, કુહાડી નં 5 વગેરે મળીને કુલ રૂા. 1,82,645નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોધરાની બી-ડિવિઝન પોલીસે 23 વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો