તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Commencement Of First Semester Examination In Shri Govind Guru University, Estimated 80 Thousand Students In 152 Colleges Affiliated To The University

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ, યુનિવર્સિટી સંલગ્ન 152 કોલેજોમાં અંદાજિત 80 હજાર વિદ્યાર્થીઓ

ગોધરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના પરિક્ષા કેન્દ્રમાં પરિક્ષાનું નિરીક્ષણ યુનિવર્સીટીના રજીસ્ટાર  તથા કો.અોડીનેટર દ્વારા કરાયું હતું - Divya Bhaskar
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના પરિક્ષા કેન્દ્રમાં પરિક્ષાનું નિરીક્ષણ યુનિવર્સીટીના રજીસ્ટાર તથા કો.અોડીનેટર દ્વારા કરાયું હતું
 • વિવિધ ફેકલ્ટીઓના 34603 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન થશે

ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા પ્રથમ સેમીસ્ટરના વિદ્યાર્થીઓ માટે પરિક્ષા કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે યોજવામાં આવી રહી છે. ગોધરા સ્થિત શ્રીગોવિંદ ગુરૂ યુનિવર્સીટી સંલગ્ન 152 કોલેજોમાં વિવિધ ફેકલ્ટીના અભ્યાસ ક્રમો ચાલી રહ્યા છે. જેમાં અંદાજીત 80 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

યુનિ.ના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચાૈહાણે યુજીસીની ગાઇડલાઇન મુજબ વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા પ્રથમ સેમીસ્ટરના વિદ્યાર્થીઓ માટે તા 15 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી પરિક્ષા જાહેર કરી હતી. આ અંગે મીડિયા સેલના કન્વીનર અજયભાઇ સોનીના જણાવ્યા મુજબ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિવિધ શાખાઓ જેવી કે બી.કોમ,બી.એ, બી.એસ.સી, એલ.એલ.બી. સહિતની 14 શાખાઓમાં પ્રથમ સેમીસ્ટરમાં અભ્યાસ કરતા 34603 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઇ રહી છે.

જેમા સરકારની ગાઇડલાઇન મુજબ તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક, સેનેટાઇઝીંગ તથા ટેમ્પરેચર ગન દ્વારા વિદ્યાર્થીના તાપમાનની ચકાસણી બાદ જ પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં ઓવ્યો હતો. યુનિ. સંલગ્ન તમામ કોલેજોમાં શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઇ રહી છે. ગોધરા સ્થિત પોલિટેકનીક કોલેજ ખાતેના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાનું નિરીક્ષણ યુનિ.ના રજીસ્ટાર ર્ડો. અનિલભાઇ સોલંકી તથા કો.ઓડીનેટર દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો