તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:પંચમહાલમાં કોરોના રસીકરણ વિસ્તારવા કલેક્ટરની મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમને વેગ આપવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જિલ્લાના તમામ વરિષ્ઠ નાગરિકોને 31મી માર્ચ 2021 પહેલા રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ અને ધર્મગુરુઓ સાથે જિલ્લા પંચાયતના બી.આર.જી.એફ ભવન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલેક્ટરે જણાવ્યું હતું કે હાલમાં કોરોના પ્રતિરોધક રસી જિલ્લાના તમામ 45થી 59 વર્ષના કો-મોર્બિડ વ્યક્તિઓ તેમજ 60 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને જિલ્લામાં આવેલા રસીકરણ કેન્દ્રો ખાતેથી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ત્યારે સંબંધિત વ્યક્તિઓએ આ રસીકરણમાં જોડાઇને આ રસી લેવી આવશ્યક છે. આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે તેથી અફવાઓથી દુર રહી કોઈ શંકા કે ડર રાખ્યા વિના આ રસી મુકાવી કોરોના સંક્રમણ સામે સુરક્ષિત બનવું અને સંક્રમણને ફેલાતું અટકાવવું એ જિલ્લાના તમામ નાગરિકોને ફરજ છે. જિલ્લાના 45થી 59 વર્ષના કોઈપણ કો-મોર્બિડ વ્યક્તિ રસીકરણથી વંચિત ન રહે તે માટે ઉપસ્થિત તમામ વ્યક્તિઓને સક્રિય થવા તેમણે અપીલ કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુરેશ રાઠોડ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષી ચૌહાણ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ધર્મગુરૂઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો