તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપંચને બોલાવવાની જીદ:ટાવર પર ચઢી સરપંચને બોલાવવા જીદ કરી, સમજાવીને ઉતારાયો

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઢચુંદડીમાં નાણાની લેતી-દેતી બાબતે નારાજ વ્યક્તિનું કૃત્ય

ગોધરાના બોડીદ્રા ગામનો શંકરભાઇ વીરસીહ ભાઇ બારીયાને ગોવિંદી ગામે જમીનના પૈસાની લેતીદેતી બાકી હોવાથી તે પૈસા ના અાવતાં શંકરભાઇ નારાજ થઇને ગઢચુંદડી પાસેના મોબાઇલ ટાવર પર ચઢી ગયો હતો. મોબાઇલ ટાવર પર અેક વ્યક્તિ ચઢી ગયો હોવાની જાણ પોલીસ અને ફાયર વિભાગને થતાં તેઅો ઘટના સ્થળે દોડી અાવ્યા હતા.

પોલીસે ટાવર પર ચઢેલા શંકરભાઇને નીચે ઉતારવા અનેક વાર સમજાવવા છતાં તે નીચે ઉતરયો ન હતો. અને ટાવર પરથી શંકરભાઇઅે બોડીદ્રા ગામના સરપચને બોલાવવાની જીદ કરતાં પોલીસે સરપંચને બોલાવ્યો હતો ટાવર પર ચઢેલા શંકરભાઇને સરપંચે જમીનના બાકી પૈસા કરાવી અાપી તેમ કહેતાં અંતે મોબાઇલના ટાવર પર ચઢેલા શંકરભાઇ બારીયા નીચે ઉતરતા તમામે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...