4.45 લાખના લાંચ પ્રકરણ:શહેરા તાલુકા વિકાસ અધિકારી અને 3 કોન્ટ્રાક્ટ પરના કર્મી 4.45 લાખના લાંચ પ્રકરણમાં પકડાયા

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરાના TDO ઝરીના અંસારી - Divya Bhaskar
શહેરાના TDO ઝરીના અંસારી
  • મનરેગાના કામમાં રો મટિરિયલ સપ્લાય કરવા લાંચની રકમ માંગી
  • કોન્ટ્રાકટરની ઓફિસમાં બે કર્મી 4.45 પૈકી 2 લાખ લેતાં ઝડપાયા

શહેરામાં સરકારની વિવિધ યોજનામાં કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાક્ટરને એક ટેન્ડર શહેરા પંચમહાલ ખાતેનું મનરેગાનું મળ્યુ હતું. જેમાં તેણે મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કૂવાના તથા ચેક વોલના કામ માટે રો-મટિરિયલ સપ્લાય કર્યું હતું. જે પેટે તેને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી રૂ. 2,75,00,000 તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા 1,71,00,000ના બિલના ચેક મંજુર થયા હતા. જે પાસ કરાવવા આરોપી હેમંત મફતભાઇ પ્રજાપતિ, કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી તથા TDO ઝરીના વસીમ અંસારીએ ફરિયાદી પાસે અગાઉ અલગ રકમ લીધી હતી.

હેમંત પ્રજાપતિ તથા કિર્તીપાલ સોલંકીએ ફરિયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ તથા આરોપી ટીડીઓ ઝરીનાબેને આરોપી રીયાઝ મનસુરી મારફતે રૂા. 2,45,000ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે બુધવારે એસીબીએ છટકું ગોઠવી આરોપી હેમંત પ્રજાપતિ, આરોપી કિર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મનસુરીને કોન્ટ્રાકટરની ઓફિસેથી 1-1 લાખની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતાં. તથા ટીડીઓ વતી લાંચ લેવા આવેલા રીયાઝ મનસુરીને શંકા જતાં લાંચની રકમ લીધી ન હતી.

આરોપી હેમત પ્રજાપતિ અને કીર્તીપાલ સોલકી લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા હતા. જ્યારે TDO ઝરીના અન્સારી વતી લાંચ લેવા આવેલા આરોપી રીયાઝ મનસુરીને પણ ઝડપી લીધો હતો. શહેરા ટીડીઓ ઝરીનાબેન વચેટીયા મારફતે લાંચની માંગણી કરતાં અમદાવાદ એસીબીના પોસઇ કે.કે.ડીંડોડ તથા સ્ટાફે ટીડીઓને પકડી લીધા હતા. પકડાયેલા ચારે લાંચિયા અધિકારીને ગોધરા એસીબી મથકે લાવી કાર્યવાહી કરી હતી.

એન્ટિ કરપ્શન બ્યૂરોએ કર્મચારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા

  • હેમંત મફતભાઇ પ્રજાપતિ, હિસાબી સહાયક(કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી,શહેરા, પંચમહાલ (મનરેગા વિભાગ )
  • કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી W.D.T એગ્રો(કરાર ધારીત),તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ
  • ​​​​​​​રીયાઝ રફીકભાઇ મનસુરી, અધિક મદદનીશ ઇજનેર (કરાર આધારિત) તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ
અન્ય સમાચારો પણ છે...