તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Checking Of Health System At Railway Station As Transition Is Increasing In Godhra, Thermal Scanning Of Passengers To Find Transition

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી:ગોધરામાં સંક્રમણ વધતાં રેલવે સ્ટેશને આરોગ્ય તંત્રનું ચેકિંગ,સંક્રમણ શોધવા મુસાફરોનું થર્મલગનથી સ્કેનિંગ

ગોધરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગોધરા રેલવે સ્ટેશન પર અન્ય રાજ્યમાંથી આવતાં 400થી વધુ યાત્રીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી. - Divya Bhaskar
ગોધરા રેલવે સ્ટેશન પર અન્ય રાજ્યમાંથી આવતાં 400થી વધુ યાત્રીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી.
 • 20 મુસાફરોમાં શંકાસ્પદ લક્ષણો જણાતાં ટેસ્ટ કરાવાયા

ગોધરા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરના તમામ વિસ્તારમાં કોરોના કેસ મળી રહ્યા છે. ત્યારે ગોધરાના રેલવે સ્ટેશન ખાતે આવતી ટ્રેનના મુસાફરોનું આરોગ્ય ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઇને ગોધરા રેલવે સ્ટેશન ખાતે આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોનું થર્મલગનથી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.

છેલ્લા બે દિવસમાં અન્ય રાજયમાંથી આવતાં 400થી વધુ યાત્રીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાંથી 20 જેટલાં મુસાફરોમા શંકાસપદ લક્ષણો જણાઈ આવતા તેઓનો સિવિલ ખાતે કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. શંકાસ્પદ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરાયો હતો. રેલવે સ્ટેશન ખાતે આવતા મુસાફરોનું આરોગ્ય ચેકિંગ કરવાથી કોરોનાના શંકાસ્પદ યાત્રીઓ મળતાં કોરોના સંક્રમણ ઘટાડી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો