તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:પંચમહાલમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેક્ટર અમિત અરોરાને ધ્વજદિન પ્રતીક અર્પણ કરાયું હતું. - Divya Bhaskar
જિલ્લા કલેક્ટર અમિત અરોરાને ધ્વજદિન પ્રતીક અર્પણ કરાયું હતું.
  • સૈનિક કલ્યાણ ભંડોળમાં કલેક્ટર અને પોલિસ અધિક્ષક સહિતના અધિકારીઓએ સૈનિકો માટે ફાળો આપ્યો
  • રાષ્ટ્રસેવાના આ ઉમદાકાર્યમાં સહભાગી થવા જિલ્લાવાસીઓને આગ્રહ કરાયો

પંચમહાલ જિલ્લા સેવાસદન ખાતે સોમવારે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર અમિત અરોરાને ધ્વજદિન પ્રતીક અર્પણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સૈનિક કલ્યાણ બોર્ડમાં ફાળો આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષાકાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરતા સપૂતો અને તેમના પરિવારજનોના કલ્યાણમાં ફાળો આપવાનો આ અમૂલ્ય અવસર છે. ત્યારે જિલ્લાવાસીઓએ આ ભંડોળમાં ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી.

આ ઉપરાંત, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે પણ કલ્યાણ ભંડોળમાં ફાળો આપતા રાષ્ટ્રસેવાના આ ઉમદાકાર્યમાં સહભાગી થવા જિલ્લાવાસીઓને આગ્રહ કર્યો હતો. જિલ્લાવાસીઓને સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણ માટેના ભંડોળમાં ઉદારહાથે ફાળો આપવા અપીલ કરી હતી. સૈનિક કલ્યાણ કચેરી દ્વારા શહીદ થયેલા જવાનોના કુટુંબીજનો, સૈનિકો અને માજી સૈનિકોના કલ્યાણ અર્થે અને સંકટ સમયે નાણાંકીય સહાય આપવા સહિતના વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે. આ શુભ હેતુમાં યથાશક્તિ યોગદાન આપવા ફાળો ચેક અથવા ડ્રાફ્ટથી કલેક્ટર અને પ્રમુખ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટના નામે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગોધરા ખાતે અથવા SBI એકાઉન્ટમાં કરાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો