તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પાલિકાની ચૂંટણીમાં ફક્ત 6 વોર્ડમાં ઉમેદવારો ઊભા રખાશે, અન્ય 5 વોર્ડ અંગે કોંગ્રેસની ચૂપકીદી

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોધરા ખાતે જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની બેઠક : નામોની જાહેરાત 6 ફેબ્રુઅારીઅે કરાશે
 • 6 વોર્ડમાં 60 દાવેદાર, જિ.પં.ની 38 સીટ પર 91 તથા તા. પં.ની 178 સીટ પર 373 દાવેદાર

પંચમહાલ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઅોને જિલ્લા કોગ્રેસમાં ઉત્સાહ દેખાયો છે. જે અંતર્ગત ગોધરા ખાતે બુધવારે જિલ્લા કોગ્રેસ કોર કમીટીની મિંટીગ યોજાઇ હતી. જેમા ગુજરાત રાજય કોગ્રેસ ઉપપપ્રમુખ અને સેન્ટ્રલ ઝોનના પ્રભારી હાજર રહ્યા હતા. કોગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી મીટીંગમાં નગર પાલીકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના લીસ્ટ બાબતે ચર્ચાઅો થઇ હતી.

પરંતુ અા ઉત્સાહ ફક્ત ગોધરા નગર પાલીકાના 11 વોર્ડ પૈકી ફક્ત 6 વોર્ડ સુધી પુરતો હોય તેમ લાગી રહ્યુ છે. બાકીના 5 વોર્ડ માટે જિલ્લા કોગ્રેસે ચુપકીદી રાખી છે. ગોધરા નગર પાલીકાના 11 વોર્ડમાંથી કોગ્રેસ પક્ષ પર ચુંટણી લડવા 6 વોર્ડમાં કુલ 60 દાવેદારી નોધાઇ છે. જેનું લીસ્ટ પ્રદેશ કોગ્રેસને મોકલી અાપ્યું છે. જેમાં વોર્ડ 1 માં 12, વોર્ડ 2 માં 9, વોર્ડ 3 માં 11, વોર્ડ 4 માં 10, વોર્ડ 5 માં 10 અને વોર્ડ 11 માં 8 ઇચ્છુક ઉમેદવારોઅે પોતાની દાવેદારી નોધાવી છે.

જયારે બાકીના 5 વોર્ડ માં પેનલના નામો તો અાવ્યા છે. પણ તે વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખવા કે નહિ તેનો નિર્ણય પીસીસી કરશે તેમ જિલ્લા પ્રમુખ જણાવી રહ્યા છે. કોગ્રેસ માટે વિધાનસભા અને લોકસભામાં પશ્ચિમ વિસ્તાર ગઢ સમાન છે. તેવા વિસ્તારના 5 વોર્ડમાં ઉમેદવાર માટેની જિલ્લા કોગ્રેસે ચુપકીદી સેવીને નિર્ણય પીસીસીના માથે નાખીને ફક્ત 6 વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખશે તેમ કહ્યુ હતુ.પંચમહાલ જિલ્લા પંચાયતની 38 સીટ પર કોગ્રેસના ચિન્હ પરથી 91 ઇચ્છુકોઅે દાવેદારી નોધાવી છે. તેમજ સાત તાલુકા પંચાયતની 178 સીટ પર 373 દાવેદારોઅે દાવેદારી કરી છે. કોગ્રેસ પક્ષની પીસીસીની બેઠક બાદ 6 ફેબ્રુઅારીઅે પાલીકા, જિલ્લા તથા તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોના નામો જાહેર કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો