તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચાઠાં-ધરમખેતરમાં દીપડાએ બે બાળકો પર હુમલા કર્યા , ઘોઘંબામાં આતંકી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરા મૂકાયાં

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપડાને પકડવા ચાઠાં અને ધરમખેતરમાં પાંજરા મુકાયા. - Divya Bhaskar
દીપડાને પકડવા ચાઠાં અને ધરમખેતરમાં પાંજરા મુકાયા.
  • ચાઠાં-ધરમખેતરમાં દીપડાએ બે બાળકો પર હુમલા કર્યા

ઘોઘંબા તાલુકાના ચાઠાં ગામે અને ધરમખેતર ગામે ચાર દિવસના અંતરમાં આ દમખોર દીપડાએ બે સુતેલા બાળકો પર હુમલા કરીને ઇજાઓ પહોચાડી હતી. લોહી ચાખેલા દિપડાએ પશુઓનું પણ મારણ કર્યું હતું. ચાઠાં અને ધરમખેતર પાસેના જંગલ વચ્ચે આ ઠ કી.મી જેટલું અંતર હોવાથી વન વીભાગને દિપડાને પકડવા માટે ચાઠાં અને ધરમખેતર ગામ પાસે પાંજરા મુકયા હતા.

આદમખોદ દિપડાને પકડવા વન વિભાગે મારણમાં બકરા મુકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી રહ્યા છે. અનેક વાર દીપડાના હુમલાઓને લઇને વન વીભાયે પત્રિકાનું જંગલની આસપાસના ગામડાઓમાં વિતરણ કર્યું હતું. પત્રીકામાં બાળકોને એકલા મુકવા નહિ તેમજ રાત્રે બહાર બહાર સુવું નહિ સાથે સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આ વી છે. ઘોઘંબા તાલુકાના ગામડાઓમાં દિપડાના આંતકથી ગામજનો માં ડર પેસી ગયો છે. પણ વન વીભાગે જે રસ્તે દીપડો આવન જાવન કરે છે. તે વિસ્તારમાં બે પાંજરા મુકીને આદમખોર દીપડાને પકડવા વોંચ ગોઠવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...