તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વેપારી સાથે છેતરપિંડી કરનાર બંટી 3 દિવસના રિમાન્ડ પર

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફરાર બબલીને પકડવા પોલીસની ટીમ રવાના
 • વેપારી- ખેડૂતો સાથે 50 લાખથી વધુની છેતરપિંડી કરી

ઘોઘંબા ગામે કુબેર અેન્ટપ્રાઇઝ નામની પેઢી ખોલીને વડોદરા સાવલીના દિલીપભાઇ ચમનભાઇ રાદડીયા અને તેમની પત્ની કાજલબેન રાદડીયાનાઅો અનેક વેપારીઅો અને ખેડૂતોનો વિશ્વાસ કેળવીને ઉધારમાં અનાજ અને બીયારણની ખરીદી કરીને સામે ચેક અાપ્યા હતા. અા ચેક રીર્ટન થતાં વેપારીઅે રાજગઢ પોલીસ મથકે બંટી અને બબલી વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી. ફરીયાદ નોધાતા રાજગઢ પોલીસે બંટી અને બબલીની તપાસ હાથ ધરતાં ંબંટી દિલીપભાઇ રાદડીયાને પકડી પાડયો હતો. જયારે તેની પત્ની કાજલબેન રાદડીયા હાથમાં અાવી ન હતી.

પોલીસે બંટી દિલીપભાઇની અટકાયત કરી હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક કરતાં અનેક ખેડુતો, વેપારીઅો સહીત બેંકો સાથે બંટી અને બબલીઅે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું બહાર અાવ્યું હતું.અા બંનેઅે અાશરે અેક કરોડ ઉપરાંતની છેતરપીંડી કરી હોવાનું લાગી રહ્યુ છે. ત્યારે પકડાયેલા બંટી દિલીપભાઇ રાદડીયાને રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરતાં કોર્ટે બંટી દીલીપભાઇના 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. તેમજ ફરાર બબલી કાજલબેન રાદડીયાને પકડવા રાજગઢ પોલીસની અેક ટીમ રવાના થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો