તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:બંટી-બબલીએ કરી વેપારી અને ખેડૂતો સાથે 50 લાખની ઠગાઇ

ગોધરા, ઘોઘંબા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
રાજગઢ પોલીસે ઘોઘંબામાં વેપારી-ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી - Divya Bhaskar
રાજગઢ પોલીસે ઘોઘંબામાં વેપારી-ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી
 • ખેડૂતો-વેપારીઅો પાસેથી અનાજ-બિયારણ લઇને ચેક અાપતા હતા
 • ચેક બાઉન્સ થતાં રાજગઢ પોલીસ મથકે વેપારીની છેતરપિંડીની ફરિયાદ

ઘોઘંબામાં મૂળ માધવીપુર, રાજકોટ અને હાલ રહે.વડોદરા સાવલીના દિલીપ ચમનભાઇ રાદડીયા અને તેમની પત્ની કાજલબેને કુબેર અેન્ટરપ્રાઇઝ નામની પેઢી વર્ષ 2017માં ખોલી હતી. અા પેઢી માટે ઘોઘંબા ખેતી ઉત્પન બજાર સમિતિમાંથી અ વર્ગનું લાઇસન્સ મેળવીને ખેડૂતો અને વેપારીઅો પાસેથી ખેત પેદાશોનો લે વેચનો ધંધો કરતા હતા. દિલીપ રાદડીયાઅે હાલોલના વેપારી ભરતભાઇ તથા અન્ય ખેડૂતો પાસેથી અનાજ અને બિયારણ લઇને તેના નાણાં ચેકથી ચૂકવીને વિશ્વાસ મેળવ્યો હતો.

બાદ બંટી દિલીપ અને બબલી કાજલેે ઘોઘંબા ગામે ખેડૂત પાસેથી અનાજ કપાસ વગેરે ખેતી પેદાશો ભરોસો અાપીને ઉધારમાં ખરીદી કરી અને વેપારીઅો પાસેથી બિયારણ ઉધારીમાં લઇને નોટરી કરેલ ચેકો અાપ્યા હતા. બંનેઅે ઘોઘંબાથી વેપારીઅો અને ખેડૂતો પાસેથી બિયારણ અને અનાજ ઉધારમાં ખરીદીને તેના ચેક લખી વેપારી ભરતભાઇને અાપેલા. એ રૂા. 21,94,780ના ચેક બેંકમાં જમા કરાવાતાં બાઉન્સ થયા હતા. બંટી અને બબલીઅે વાયદો કરીને ભરતભાઇ અને અન્ય ખેડૂતો સાથે છેતરપિંડી કરતાં વેપારીઅે રાજગઢ પોલીસમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજગઢ પોલીસના પોસઇ ગોહિલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી. બંને અલગ અલગ જ્ગ્યાઅે છુપાઇને રહેતા હતા. જોકે બંટી પકડાઇ ગયો હતો. જ્યારે બબલી હજુ ફરાર છે.

છેતરપિંડીનો અાંકડો કરોડો સુધી પહોંચશે
ઘોઘંબા ગામે પેઢી ખોલીને બંટી અને બબલીઅે અનેક વેપારીઅો પાસેથી બિયારણ અને ખેડુતો પાસેથી અનાજની ખરીદી કરી હતી. પોલીસે તપાસ કરતાં બંટી-બબલીઅે બોડેલી, પાવીજેતપુર, સાવલી, ખાખરીયા, હાલોલ સહીત અનેક ગામોમાં છેતરપિંડી કરી હતી. સાથે બંનેઅે ઘોઘંબા અને હાલોલ ખાતેની બેંકોને છેતરીને નાણાં લીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર અાવ્યું છે. હાલ તો બંટી અને બબલીઅે 50 લાખથી વધુ છેતરપિંડી કરી હોવાનંુ બહાર અાવ્યું છે. પરંતુ ધીરે ધીરે ખેડૂતો અને વેપારીઅોને બંટી અને બબલીના કરતૂતોનો પર્દાફાસ થશે તો અાંકડો કરોડોને અાંબી જશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો