હનીટ્રેપ:બંટી-બબલીએ ઉમરેઠના શખસ પાસેથી 10 લાખની માગણી કરી; પૈસા ન આપે તો દુષ્કર્મના કેસમાં જેલભેગો કરવાની ધમકી આપી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી બંટી-બબલીની તસવીર. - Divya Bhaskar
આરોપી બંટી-બબલીની તસવીર.
  • પત્નીએ દવાના બહાને બોલાવ્યા અને પતિએ આવીને બળજબરીથી બીભત્સ ફોટા પાડ્યા

ગોધરાની વિનાયક સોસાયટીમાં પતિ- પત્નીએ કાવત્રરું રચીને ઉમરેઠના એક ઇસમને ઘરે બોલાવ્યો હતો. પતિએ આવીને ઉમરેઠના ઇસમને માર મારીને કોરા કાગળ પર લખાણ લખીને પત્ની અને ઇસમનાં કપડાં ઉતારીને બેડ ઉપર બીભત્સ ફોટા પાડીને પતિએ 10 લાખ રૂપિયા આપ નહિ તો દુષ્કર્મની ફરિયાદ નોંધાવીશ એવી ધમકી આપી હોવાની ફરિયાદ ગોધરાના એ-ડિવિઝન પોલીસ મથકે નોધાઇ હતી.

આણંદના ઉમરેઠ ગામે રહેતા રણજિતસિંહ કનકસિંહ રાવલજી આયુર્વેદિકની દવાનું વેચાણ કરતા હતા. તેઓ આયુર્વેદિક દવાઓ શહેરાના તરસંગ ગામે આશાબેન કનુભાઇ ભરવાડને આપતાં હોવાથી પરિચય થતાં આશાબેને રણજીતસિંહ રાવલજીનો મોબાઇલ નંબર લઇને દવાને લઇને વાતચીત કરતી હતી. શનિવારે રણજીતસિંહ ગોધરા દવાખાને આવ્યા હતા.તે દરમ્યાન આશાબેનને ફોન કરીને રણજિતસિંહને ગોધરા ખાતે વિનાયકનગરના ઘરે બોલાવ્યા હતા.

રણજિતસિંહ એકટીવા લઇને વિનાયકનગરના આશાબેનને ઘરે ગયા હતા. ઘરે જતાં થોડીક વારમાં આશાબેનનો પતિ કનુભાઇ ભરવાડ આવતાં રણજીતસિંહને ધક્કો મારીને ઘરના બેડરૂમમાં લઇ જઇને બચકું ભરીને ઇજાઓ કરી હતી. પોલીસ ફરિયાદ કરી દઇશ તેવી ધમકી આપીને રણજિતસિંહ પાસેથી કોરા કાગળ પર બળજબરીથી આશાબેન સાથે દુષ્કર્મ કર્યો હોવાનું લખાવી દીધું હતું. કનુ ભરવાડે ધમકી આપીને રણજિતસિંહનાં કપડાં અને તેની પત્ની આશાબેનનાં કપડાં ઉતારીને બેડ ઉપર બંનેને સૂવડાવીને બીભત્સ ફોટા પાડી દીધા હતા.

આશાબેનને બચવું હોય તો પૈસા આપીને સમાધાન કરી દે એમ કહ્યું હતું. કનુ ભરવાડે મેં તારા ફોટા પાડી દીધા છે. તારે બચવું હોય તો 10 લાખ આપવા પડશે તો તને અહીં જવા દઇશ કહીને ધમકી આપી હતી. કનુ ભરવાડે રણજિતસિંહ લઇને આવેલા એક્ટિવા પણ લઇને 10 લાખ આપી જા નહિ તો ખોટી દુષ્કર્મની ફરિયાદ લખાવડાવી તને જેલભેગો કરાવીશ એવી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ રણજિતસિંહે ગોધરાના એ-ડિવિઝન મથકે નોધાવી હતી.

પોલીસે બંટી-બબલીને રંગેહાથ પકડ્યા
કનુભાઇ ભરવાડે એકટીવા લઇ લેતાં એકટીવાના માલીક પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસે એકટીવા લઇને જનાર રણજીતસીંહને ફોન કરતાં તેઓએ કનુ ભરવાડ અને તેની પત્ની આશા બેન સાથેની તમામ હકીકત કહી હતી. હનીટ્રેપમાં ફસાવી પોલીસ ફીરયાદની ધમકી આપનાર બંટી- બબલીને પકડવા પોલીસ છટકું ગોઠવ્યું હતું. રણજીતસીંહ રાવલજીને ચેક લઇને ભુરાવાવ ચાર રસ્તા પર બોલાવતાં સાદાવેશમાં વોંચ ગોઠવેલ પોલીસે કાર આવતા ચેક લેતાં પત્ની પતિને રંગે હાથ પકડી પાડયા હતા.કનુ ભરવાડના મોબાઇલ ફોનમાંથી બીભત્સ ફોટા મળી આવ્યા હતા.

કનુ ભરવાડ સામે 11 ગુનો નોંધાયેલા છે
પકડાયેલા કનુ ભરવાડ સામે 11 ગુના નોંધાયેલા છે. તાજેતરમાં એક જવેલર્સે કનુ ભરવાડ સામે 60 લાખ જેટલી છેતરપિંડી ફરિયાદ નોંધાવતા પોલીસે કનુ ભરવાડની ધરપકડ કરી હતી. એ ફરિયાદના કેસમાં કોર્ટે 25 લાખના બોન્ડ પર જામીન મળ્યા હતા.25 લાખના બોન્ડ પૈસા લેવા પતિ અને પત્નીએ કાવતરું રચ્યું હતું. રણજિતસિંહને ફસાવીને 20 લાખની માંગણી કઈ હતી. 10 લાખ આપવા બોલાવતાં પોલીસના છટકામાં પકડાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...