તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Blood Donation Camp Held By Sant Nirankari Mandal, Blood Donation Enthusiastically In Corona Period: More Than 150 Units Collected

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિબિરનું આયોજન:સંત નિરંકારી મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ, કોરોના કાળમાં‌ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું : 150થી વધુ યુનિટ એકત્ર કરાયું

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગોધરાના સંત નિરંકારી મંડળ દ્વારા રક્તદાન શિબીર યોજવામાં આવી હતી. જેમાં 150થી વધુ યુનિટ અેકત્ર કરાયું હતું. - Divya Bhaskar
ગોધરાના સંત નિરંકારી મંડળ દ્વારા રક્તદાન શિબીર યોજવામાં આવી હતી. જેમાં 150થી વધુ યુનિટ અેકત્ર કરાયું હતું.
 • ફૉઉન્ડેશન દ્વારા વિશ્વમાં 1986થી 2020 સુધીમાં 6365થી વધુ રક્તદાન શિબિરનું આયોજન

ગોધરામાં ભુરાવાવ વિસ્તારમાં અાવેલ સંત નિરંકારી સતસંગ ભવન ખાતે સદગુરુ માતા સુ દીક્ષાજી મહારાજના આશીર્વાદથી રવિવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. રક્ત દાન અંગે મિશનનો મુખ્ય ધ્યેય એજ છે કે “રક્ત નાલીઓમે નહી. શરીરકી નાળીઓમે બહેના ચાહીએ” ના ઉદ્દેશથી રક્તદાન શિબીર યોજાઇ હતી. જેમાં કોવિડ 19 ના પ્રોટોકોલ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખતા નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું હતુ. શિબિરનું ઉદઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. હાલ કોરોના મહામારી સમયમાં દરેક વ્યક્તિ ભયભીત છે. તેથી જ બ્લડ બેન્કમાં રક્તની ઉણપ સર્જાય રહી છે.

આવામાં ડોક્ટરોની માંગ પર સંત નિરંકારી મિશન આગળ આવ્યું. વધુમાં જણાવ્યુ હતુ કે સંત નિરંકારી ચેરીટેબલ ફૉઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં 1986થી 2020 સુધીમાં 6365થી વધુ રક્તદાન શિબિરનું આયોજન કરી 1136560થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી 3 લાખથી વધુ માનવ જીવન ને ઉગારેલ છે. તેમણે જણાવ્યું કે કોરોના કાળમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 150થી વધુ યુનિટ રક્ત માનવતાના હિતમાં સમર્પિત કરવામાં આવ્યું છે. અંતમા ગોધરા બ્રાન્ચના સંયોજક વિદ્યાદેવીએ આવેલ તમામ ધર્મપ્રેમીઓ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો