તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપે મોરવા હડફ કર્યું:બીજેપીના નિમિષા સુથારનો કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા સામે 45432 મતથી વિજય

ગોધરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2017માં અપક્ષે આંચકેલી મોરવા બેઠક 2021માં ભાજપે ફરી હડફ કરી : કોંગ્રેસેે હારનું ઠીકરું કોરોના પર ફોડયું

પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા અનુસૂચિત જનજાતિ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4 વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત મોરવા(હ) બેઠક ભાજપે કબ્જે કરી છે. મોરવાહડફ બેઠક પર 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત 17 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનની રવિવારે ગણતરી યોજવામાં આવી હતી. મોરવા હડફની સરકારી વિનિમય કોલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં પ્રથમ બેલેટ પેપરની મત ગણતરીથી જ ભાજપે બાજી મારીને અાગળ રહી હતી.

બેલેટ પેપરમાં કુલ 173 મતમાંથી ભાજપને 144 અને કોંગ્રેસને 29 મત મળ્યા હતા. ત્યારબાદ ઇવીઅેમ મશીનના મતગણતરી શરૂ કરવામા અાવી હતી. 42.60 ટકા મતદાન થયું હોવાથી 24 રાઉન્ડ મુજબ ઇવીએમના મતોની યોજાયેલી મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને 67,101 અને કોંગ્રેસના સુરેશ કટારાને 21,669 મતો મળ્યા હતા.તમામ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર કરતા અાગળ રહ્યા હતા. આમ ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથારનો 45,432 મતોની લીડથી વિજય થયો હતો.

કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાયેલી આ મતગણતરીમાં બંને રાજકીય પક્ષોના કોઈ જ સમર્થકોને એકઠા થવા દેવામાં આવ્યા નહોતા. તો બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર પોતે કોરોના સંક્રમિત હોઈ તેઓ પણ આ મતગણતરી દરમિયાન હાજર રહ્યા ન હતા. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી નિમિષા સુથારને અભિનંદન આપી પોતાની હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું. કોરોના કાળમાં યોજવામાં આવેલી પેટા ચૂંટણીને લઈને મતદાન ઓછું થતા પોતાની હાર થઈ હોવાનું જણાવ્યું હતું. કોરોના મહામારીને લઇને ચુટણી પંચના અાદેશને લઇને ભાજપના વિજેતા ઉમેદવારે પોતાના વિજયોત્સવ મનાવ્યો ન હતો.

ભાજપના ઉમેદવારના જાતિ પ્રમાણપત્રનો જવાબ મતદારોઅે અઢળક મત આપી અાપ્યો
મોરવા(હ) બેઠક અનુસૂચિત જનજાતિ છે. જેથી ઉમેદવાર પણ અનુસૂચિત જનજાતિનો જ ઉભો રહી શકે છે. વિરોધીઓ નિમીષાબેન સુથારના જાતિ પ્રમાણપત્રનો મુદ્દો ઉઠાવીને ચુંટણીને અાડે પાટે લઇ જવા માંગતા હતા. પ્રમાણપત્રનો ઇશ્યુ ઉભો કરીને રાજકીય કાવાદાવાની રમત રમાઇ પણ ભાજપે નિમિષાબેનને ઉમેદવાર તરીકે મૂકી વિરોધીઅોની ચાલ ન ચાલતા પ્રજાએ અઢળક મતો આપતા નિમિષાબેનનોે વિધાનસભાનીં પેટાચૂંટણીમાં વિજય થયો છે.

બંને પેટા ચૂંટણી ભાજપને ફાળે
125 મોરવા(હ) વિધાનસભા બેઠકનું અસ્તિત્વ થયા બાદ પ્રથમ ચૂંટણી 2012માં થઇ હતી. અત્યાર સુધી ચાર ચૂંટણીમાં અેક કોગ્રેસ, અેક અપક્ષ તથા બે વખત (2013 અને 2021માં) ભાજપના ફાળે બેઠક ગઇ હતી.

મોરવા (હડફ) વિધાનસભાની દરેક ચૂંટણીઅોના પરિણામ
વર્ષ 2012

 • કોંગ્રેસના સંવિતાબેન ખાંટ 55686 મત (વિજેતા)
 • ભાજપ ડામોર બિજલભાઇને 45201 મત

વર્ષ 2013 (પેટા ચૂંટણી)

 • કોંગ્રેસ- ભૂપેન્દ્ર ખાંટ- 47126 મત
 • ભાજપ- નિમિષાબેન સુથાર- 64842 મત( વિજેતા)

વર્ષ 2017

 • અપક્ષ- ભૂપેન્દ્ર ખાંટ - 58513 મત( વિજેતા)
 • ભાજપ- વિક્રમ ડીડોંર- 54147 મત

વર્ષ 2021(પેટા ચૂંટણી)

 • કોંગ્રેસ- સુરેશ કટારા - 21669 મત
 • ભાજપ- નિમિષાબેન સુથાર- 67101 મત( વિજેતા)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો