તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના નિયમોના ધજાગરા ઉડાડ્યા:ભાજપે મોરવા હડફમાં ચૂંટણી પ્રચાર માટે મંજૂરી વિના 5 રેલી કાઢી, પોલીસ મૂક પ્રેક્ષક

પંચમહાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં કોરોના બેકાબુ બનતાં જિલ્લા વહીવટી તંત્રએ જાહેરમાં રાજકીય કાર્યક્રમ અને મેળાવડા પર પ્રતિબંધ મુકયો છે. તેમજ ધાર્મીક તહેવાર પણ જાહેરમાં ઉજવી શકાશે નહિ પણ ભાજપ માટે પંચમહાલ જિલ્લાના મેજીસ્ટ્રેટે બહાર પાડેલ જાહેરનામાનું લાગુ પડતું ન હોય તેમ મોરવા(હડફ)ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષના કાર્યકરો દ્વારા બાઇક રેલીનો વિડીયો સોસિયલ મિડીયામાં વાયરસ થયો હતો.

પોલીસના નાક નીચે ભાજપ કાર્યક્રરોએ મંજુરી વગર આશરે 400થી વઘુ લોકોએ બાઇક રેલી કાઢી હોવા છતાં મોરવા(હ)ની પોલીસે રેલી કાઢનાર સામે કાર્યવાહી કરવાને બદલે મોબાઇલ પર વિડીયો ઉતારનારને વિડીઅો કોઇને મોકલતા નહી તેવા કાલાવાલા કરતાં હોવાની વાતો પણ સાંભળવા મળી હતી. પીએસઆઈએ તો ફોન ઉપાડવાના જ બંધ કરી દીધા છે. રેલીમાં માસ્ક વગરના લોકોએ સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા.

પ્રચારમાં ગયેલા ભાજપના 2 નેતા પોઝિટિવ
મોરવા(હડફ)માં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર માટે ગયા હતા જેમાં પ્રદીપસિંહ જાડેજા ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવા ગયા બાદ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ પ્રચાર માટે ગયેલા યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ પણ પોઝિટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...