તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ગોધરામાં AIMIMના મહિલા સભ્ય દ્વારા ગેરકાયદે બાંધકામ કરાયું હોવાનો ભાજપના સભ્યનો આક્ષેપ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ સભ્યે સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામ દૂર કરવાની માંગ કરી
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી

ગોધરા પાલિકાના વોર્ડ 8ના AIMIMના સભ્ય તાહેરા સોએર મોલ્વી (મેડમ માયા)એ મેસરી નદીના કીનારે અનઅધિકૃત મકાન પાલિકાની મંજુરી વગર બાંધકામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતી લેખીત રજુઆત ભાજપના પાલિકા સભ્ય રૂપેન મહેતાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગના અધીક સચિવને કરી છે.

આક્ષેપ કરતી રજુઆતમાં જણાવેલ કે AIMIMના મહીલા સભ્ય તાહેરા મોલ્વીના મેસરીના કીનારે અનઅધિકૃત મકાનમાં મટન શોપની દુકાન ભાડે આપીને 8 હજાર ભાડું વસુલે છે. મકાન પર પાલિકાનો મ્યુ.ઘર નંબર પડાવેલ છે. તેનો ઉપયોગ રહેણાંક માટેનો હોવા છતાં કોમર્શીયલ તરીકે કરે છે. આ અનઅધિકૃત મકાન પતરાવાળું હોઇ હાલ શાસક પક્ષમાં હોવાથી કાયદાના ઉપરવટ જઇને આ મકાન પર ધાબુ મારવાનું કામ ચાલી રહેલ છે.

રજુઆતમાં આક્ષેપ કર્યો કે સરકારી જગ્યા પચાવવા અને ગેરકાયદે પ્રવૃતી કરવાના આશયથી આ અનઅધિકૃત બાંધકામ કરેલ છે. અગાઉ પાલિકાએ ગેરકાયદે મકાનને દુર કરવાની નોટીસ પણ આપેલ હતી. છતાં આ બાંધકામ દુર કર્યુ નથી. પાલિકા દ્વારા સામાન્ય સભામાં ગેરકાયદે દબાણ દુર કરવા કાર્યવાહી ઠરાવ કર્યો છે. ત્યારે બીજી બાજુ આ ઠરાવને મંજુર કરનાર સભ્યએ અન અધીકૃત કબજો જમાવ્યો છે. જેથી આ અન અધિકૃત બાંધકામ તાત્કાલિક ધોરણે દુર કરવામાં આવે તેવી આક્ષેપ કરતી રજુઆત ભાજપના સભ્ય રૂપેન મહેતાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...