તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા ચુંટણી:પાલિકા માટે ભાજપે 9 સભ્યો રીપીટ, 12 નવા, 2 પૂર્વ પ્રમુખોના પુત્રોને ટિકિટ આપી

ગોધરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 4 પૂર્વ પાલિકા પ્રમુખ અને 1 પૂર્વ ઉપ પ્રમુખની ટિકિટ કપાઇ

ગોધરા પાલિકાની ચુંટણીના પડધમની શરૂ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોધરા પાલિકાના 11 વોર્ડ પૈકી 6 વોર્ડમાં ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે પાલિકાની ચૂંટણીમાં મોટા ભાગના સભ્યોની બાદબાકી કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખના નવા નિયમો મુજબ અગાઉના ભાજપ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂકેલા સભ્યોની ટીકીટ કાપી નાખી છે. પણ પાલિકાના અેક વોર્ડમાં 3 ટર્મ જીતેલા ઉમેદવારને ટીકીટ અાપી છે.

ભાજપે 3 ટર્મ જીતેલા સભ્યોને બદલે તેમના પુત્રને ટીકીટ અાપીને પાછલા બાણે સગાવાદ ચલાવ્યો છે. પાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં 126 ઇચ્છુક ઉમેદવારોઅે ટીકીટ માંગી હતી. જે પૈકી ભાજપે 24 ઉમેદવારોના નામોમાં 12 નવા ચેહરા લીધા છે. 9 નગર સેવકોને રીપીટ કર્યા, બે પૂર્વ સભ્યો તથા ગત ટર્મના 1 અપક્ષ ઉમેદવારને ભાજપે ટીકીટ અાપી છે.

ગોધરા નગરના વોર્ડ મુજબ ભાજપાના ઉમેદવારોના નામ

વોર્ડ-1

હંસાબેન પ્રેમેન્દ્રભાઈ વાઘેલા

(રીપીટ)

દિવાબેન વિઠ્ઠલભાઈ પરમાર

(નવા)

ગોવિંદભાઇ કાંતિભાઈ નાયક

(પૂ.સભ્ય)

સુનિલકુમાર ખેમચંદ લાલવાણી

(રીપીટ)
વોર્ડ-2

સવિતાબેન ચંદુભાઈ બુજ

(રીપીટ)

વર્ષાબેન નિલેશભાઈ ઠાકર

(રીપીટ)

ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી

(નવા)

કશ્યપ મુરલીધર મુલચંદાણી

(પૂર્વ
વોર્ડ-3

ઉષ્માબેન ભરતકુમાર પટેલ

(રીપીટ)

ભાવનાબેન વિપુલકુમાર શાહ

( નવા)

દીપેશસિંહ જગદીશસિંહ ઠાકોર

( નવા)

જયપ્રકાશ ગંગારામ હરવાણી

( પૂર્વ
વોર્ડ-4

રમિલાબેન શાંતિલાલ સોલંકી

(નવા)

ભારતીબેન સતીશકુમાર પટેલ

(રીપીટ)

હિતેન્દ્રકુમાર ધરમદાસ સાવલાણી

(નવા)

રાકેશકુમાર સોમાભાઈ રાણા

(નવા)
વોર્ડ-5

અમિષા ચિરાગકુમાર શાહ

(રીપીટ)

પિનલબેન સચિનકુમાર પટેલ

(નવા)

હેમાંગ કિરીટભાઈ સોની

(નવા)

જયમિન નગીનદાસ શાહ

(નવા)
વોર્ડ-11

ગૌરીબેન અશોકચન્દ્ર જોશી

(રીપીટ)

નિમ્મી નિરજકુમાર પરીખ

(અપક્ષ

જયેશકુમાર બાબુભાઇ ચૌહાણ

(રીપીટ)

રૂપેન (બોબી)રમેશચંદ્ર મહેતા

(પૂર્વ સભ્ય)

4 પૂર્વ પાલિકા પ્રમુખ કપાયા
ભાજપે પાલિકાના અગાઉના 4 પૂર્વ પ્રમુખોની ટીકીટ કાપી નાખી છે. જેઅો 3 ટર્મથી વિજેતા બનતા હતા. અેક ઉપપ્રમુખની ટીકીટ નવા નિયમોથી કાપી નાખી છે. ગત પ્રમુખ ઇલેન્દ્ર પંચાલ, પૂર્વ પ્રમુખો મુરલી મુલચંદાની, રાજેશ ચાૈહાણ અને ગંગારામ હરવાણીની નવા નિયમોને લઇને ટીકીટ કાપી નાખી છે. જયારે ગત વખતના ઉપપ્રમુખ દીપક સોનીની પણ ટીકીટ કાપી નાખી છે.

24 ઉમેદવારોમાંથી 12 નવા ચહેરા
​​​​​​​ભાજપે 24 ઉમેદવારમાંથી 12 નવા ચહેરાને ટીકીટ અાપી છે. જેમાં વોર્ડ 1 માં અેક, વોર્ડ 2માં 2, વોર્ડ 3 માં 3, વોર્ડ 4 માં 3 અને વોર્ડ 5 માં 3 નવા ચહેરાઅો પર બાજી રમી છે. જુના જોગીઅોને કાપીને ભાજપે નવા ચહેરા પર દાવ રમ્યા છે. સાથે ભાજપે વોર્ડ 1 અને વોર્ડ 11 માં બે પૂર્વ પાલીકા સભ્યોને ટીકીટ અાપી છે.

3 ટર્મવાળા સભ્યને ટિકિટ અાપી
ગોધરા પાલીકાના વોર્ડ નં-1 માં ભાજપે હંસાબેન વાધેલાને ટીકીટ અાપી છે. જેઅો અગાઉ 2009, 2010 અને 2015 માં બીજેપીના ચિન્હ પરથી વિજેતા બનેલા છે. અામ 3 ટર્મ હોવાથી તેઅોને નવા નિયમો મુજબ ટીકીટ મળે તેમ ન હોવા છતાં ભાજપે હંસાબેન વાધેલાને વોર્ડ 1 માં ટીકીટ અાપતા છુપો રોષ ઉઠયો છે. જયારે ભાજપે જ્ઞાતિના અાધારે ટીકીટ અાપી હોવાની ચર્ચા જોવા મળી હતી.

સગાને ટિકિટ નહિ, અભી બોલા અભી ફોક
નવા નિયમ મુજબ 3 ટર્મ અને વયમર્યાદા કારણે અગ્રણી સભ્યોને ટીકીટ નહિ અાપવાને લઇને જુના જોગીઅો પાછલા બાંરણે સંગાવાદ ચલાવીને પોતાના પુત્રને ટીકીટ અપાવવામાં સફળ થયા છે. વોર્ડ 2માં મુરલી મુલચંદાનીની નવા નિયમ મુજબ ટીકીટ કપાતાં પુત્રને અને વોર્ડ 3માં ગગન હરવાણીની ટીીકટ કપાતા તેમને પણ પુત્રને ટીકીટ અપાઇ છે. સગાને ટીકીટ નહિ અાપવાના નિયમોને ધોળી પીને પાછલા બારણેથી ટીકીટ અાપીને તેઅોને ખુશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો