તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ગોધરામાં ભાજપ અનુ. જાતિ મોરચાનું કલેકટરને આવેદન

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનમાં અનુ. જાતિના યુવકને મારી હત્યાની રજુઅાત

પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનોએ કલેકટર મારફતે રાજસ્થાન સરકારના મુખ્ય સચિવને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યુ છે કે રાજસ્થાનના ઝાલાવાડમાં દિલને હચમચાવી નાખે ઘટના પ્રકાશમાં આવી છે, વાલ્મિકી સમાજના અનુસૂચિત જાતિના યુવકને માર્ગ વચ્ચે કેટલાક ગુંડાઓ દ્વારા એટલી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ જઘન્ય ઘટનાનો વિરોધ કરી રહેલા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિના મોરચાના કાર્યકરો ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

આ બનાવના આરોપીઓ સામે કડક ન્યાયિક પગલાં તેમજ પીડિત પરિવારને અને નાણાકીય સહાય માટે રાજસ્થાન સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવા માંગ રજુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...