લૂંટ:એક્ટિવા પરથી બાઇક સવારોની રૂ 2.69 લાખની ચીલઝડપ

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ તથા રોકડાની લૂંટ ચલાવાઇ

ગોધરાના ગીદવાણી રોડ પર જય અંબે જનરલ સ્ટોરના દિપકભાઇ અાત્મારામ બાલવાણી રાત્રે દુકાન બંધ કરીને અેકટીવા પર ગીદવાણી રોડથી બામરોલી રોડ પર વૃદાવન નગર સોસાયટી ધરે જવા નીકળ્યા હતા. અેકટીવા પર ત્રણ સવારીમાં છેલ્લે દિપકભાઇ બાલવાણી રૂા.2,52,500 અને અેક મોબાઇલ થેલીમાં મુકીને થેલો પકડીને બેઠો હતો.

તેઅોની અેકટીવા ગોધરાના પોશ વિસ્તાર અેવા બામરોલી રોડ પરના હનુમાનજીના મંદિર પાસેના રોડ પરથી પસાર થતી હતી તે દરમ્યાન બાઇક ઉપર બે અજાણ્યા ઇસમો અાવીને અેક ઇસમે દિપકભાઇઅે પકડેલો થેલો ઝુંટવીને બાઇક લઇને ભાગ્યા હતા.

તેઅોઅે અેકટીવાથી બાઇકનો પીછો કરતા બાઇક ગદુકપુર તરફ ભગાડી મુકી હતી. થેલામાં રૂા.2.52,500 રોકડા અને 17 હજારના મોબાઇલ મળીને કુલ રૂા.2.69 લાખની ચોરી થયાની ફરીયાદ ગોધરાના અે ડીવીઝન પોલીસ મથકે નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...