તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મતદારો પોતાના મતદાનના અધિકાર વિશે વધુ જાગૃત બને અને વધુમાં વધુ મતદારો મતદાન કરવા માટે આગળ આવે તે માટે મતદાર જાગૃતિ અભિયાન -2021 ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શુક્રવારે જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે 4 સ્થળેથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જિલ્લા કલેક્ટર અમીત અરોરાએ એસઆરપી ગ્રાઉન્ડ ખાતેથી, પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાએ ગાયત્રીનગર ખાતેથી, જિલ્લા શિક્ષણાધિકારીએ પોલિસ હેડક્વાર્ટર્સ ખાતેથી તેમજ ગોધરા મામલતદારે ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ, પોલન બજાર ખાતેથી રેલીઓને પ્રસ્થાન કરાવ્યું હતું.
જિલ્લા કલેક્ટરે ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતેથી બાઈક રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર લોકશાહીની ભેટરૂપે મળેલા સૌથી અગત્યયના અધિકારો પૈકીનો એક છે. લોકશાહીને ટકાવવા, વિકસાવવા અને વધુ મજબૂત બનાવવા દરેક લાયક મતદેર મત આપવાના પોતાના આ અધિકારનો અચૂકપણે ઉપયોગ કરવો જોઈએ.
બાઇક રેલીઓમાં પોલિસ લાઈન, દલુની વાડી, ટુવા, ગોવિંદી, ગદુકપુર, મહુલીયા, નદીસર, ગોઠડા, કલ્યાણા, એસ.આર.પી., રતનપુર, મોરડુંગરા, અંબાલી છાત્રાલય, વેલવડ, ધાણીત્રા, કાંકણપુર, પરવડી, એરંડી, દક્ષિણ બોડીદ્રા, ભામૈયા, ગોલ્લાવ, છાવડ, ઓરવાડા, પોલન બજાર, વણાંકપુર, જીતપુરા, મહેલોલ, રામપુર જોડકા, વાવડી ખુર્દ બગીડોલ સહિતના ક્લસ્ટરના 600થી વધુ શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના પાલન સાથે જોડાયા હતા.
રેલી અગાઉ તમામ ભાગ લેનારાઓએ મતદાર જાગૃતિ અંગેના શપથ લઈ તે દિશામાં સતત કાર્ય કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં એસ.આર.પી. ડિવાયએસપી ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ. પટેલ તેમજ શિક્ષકો સહભાગી થયા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.