તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ઓરવાડામાં સબમાર્કેટ યાર્ડનું ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરાયું

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા ધી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા ઓરવાડા ખાતે નવીન બનનાર સબમાર્કેટ યાર્ડનું ભૂમિપૂજન અને ખાતમુહર્ત ધારાસભ્ય સી કે રાઉલજીના હસ્તે કર્યું હતુ. ખેત ઉત્પન્ન વધુ થાય તે માટે આ વિસ્તારના તળાવોને પાઇપલાઇન થી ભરીને સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવશે. તાલુકામાં થતા તમાંમ પાકો જેવા કે ડાંગર, મકાઈ, ઘઉં , બાજરી સાથે દિવેલના પણ ભાવ મળે તે માટે રજુઆત થયેલ છે. ગામડામાં ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જળ યોજનાનો લાભ આગામી સમયમાં આ વિસ્તારમાં દરેક ઘરે મળશે.

તથા બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યુ કે બજાર સમિતિ તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડુતોની સતત ચિંતા કરી રહેલ છે. જેને લઇને ઓરવાડા ખાતે માર્કેટ યાર્ડ શરૂ થતાં ખેડૂતોને સાચો તોલ અને રોકડા નાણાં મળી રહેશે. અને ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. બજાર સમિતિ ખેડૂતોને તમામ સુવિધાઓ માર્કેટ યાર્ડમાં આપવા કટિબદ્ધ છે. જેથી તમામ ખેડુતો એ માર્કેટ યાર્ડમાં ખેત ઉતપન્ન વેચાણ કરવા આગ્રહ રાખવા જણાવ્યુ હતુ.

જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકી, પંચમહાલ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ સમરસિંહ પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ સરદારસિંહ, જિલ્લા પંચાયત દંડક એ.બી.પરમાર, એપીએમસીના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ, બજાર સમિતિના વાઇસ ચેરમેન રમેશભાઈ બી.બારીઆ, હોદેદારો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...