લોક ડાયરાનું આયોજન:ગોધરા તીરગરવાસમાં ભીમ ડાયરો યોજાયો, કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરાના તીરગરવાસમાં ભીમ ડાયરો યોજાયો તે વેળાની તસવીર. - Divya Bhaskar
ગોધરાના તીરગરવાસમાં ભીમ ડાયરો યોજાયો તે વેળાની તસવીર.
  • પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રશંસીય પત્ર અેનાયત કરવામાં આવ્યા

ગોધરાના તીરગરવાસમાં તીરગર યુવક મંડળ અને શ્રી તીરગર સમાજ સ્વ. સહાય જુથ તેમજ જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ’ ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ .બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિત્તે “ભવ્ય લોક ડાયરા’નું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકોનું વિતરણ અને વિધવા મહિલાઓ અને ભજન મંડળની મહિલાઓને મહાનુભાવોના વરદ હસ્તે સાડી વિતરણ કરવામાં આવેલ હતુ. તેમજ ગુજરાત સરકારના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના સહી સાથેનું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ પૂર્ણ કરેલ તે તમામ લાભાર્થીઓને પ્રશંશીયપત્ર સ્ટેજ પરથી લાભાર્થીઓને આપવામાં આવેલ હતા. ધારાસભ્ય સી.કે.રાઉલજીએ રૂા.11,000 સ્થળ પર રોકડા અનુદાન આપવમાં આવેલ તેમજ સમાજના વડીલ ગોધરાના કસનાભાઈ રામાભાઈ મકવાણાએ રૂા. 1,11,111 સમાજની વાડી બનાવવા માટે રકમની જાહેરાત કરેલ હતી.

આ કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, ગોધરા પાલિકાના પ્રમુખ, સામાજીક કાર્યકર માલવદીપસિંહ રાઉલજી, પંચમહાલ જીલ્લા ભાજપના મહામંત્રી કુલદીપસિંહ , ગોધરા શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ દશાડીયા, મહામંત્રી અશ્વિનભાઈ સોલંકી, વોર્ડના સભ્યો, તેમજ માજી સભ્યો અને સમાજના આગેવાનો વડીલો, મહીલાઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડાયરાનો આનંદ માણયો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી તીરગર યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ પી.પરમાર તેમજ શ્રી તીરગર સમાજ સેવા સ્વ સહાય જુથ મંડળ ગોધરાના પ્રમુખ મહેશભાઈ એસ.પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...