તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભામૈયા(પુ) ગ્રા. પં.ના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે કરતા વધુ બાળકો હોવાથી પદ પરથી ખસેડાયા
 • જાગૃત નાગરિકે અરજી કરતાં ટીડીઓની કાર્યવાહી

ગોધરા તાલુકાના ભામૈયા(પૂ) ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પ્રેમિલાબેન વિરેન્દ્રભાઇ ડામોર વિજેતા બનીને સરપંચ તરીકેની ફરજો બજાવતાં હતા. એક જાગૃત નાગરીકે મહિલા સરપંચને બે કરતાં વધુ બાળકો હોવાની અરજી કરતાં તાલુકા વિકાસ અધીકારીએ તપાસના હુકમ કર્યા હતા. તપાસ કરતાં મહિલા સરપંચને પ્રથમ બાળકનો જન્મ વર્ષ 2016માં, બીજુ બાળકનો જન્મ 2018 માં તથા ત્રીજા બાળકનો જન્મ 2020માં થયો હોવાનું બહાર આવ્યું હતું.

જેની તપાસને લગતી કાર્યવાહી નગરપાલિકામાં કરવામાં આવતા જન્મ નોંધણીના દાખલા મળી આવ્યા હતા. ટીડીઓએ મહિલા સરપંચને જવાબ લેવા નોટિસો આપતાં સરપંચ વિવિધ કારણો બતાવીને હાજર થતાં ન હતા. આમ મહિલા સરપંચ સુનાવણીમાં એક પણ હાજર ન થતાં તેઓને ત્રણ બાળક હોવાનું નિદીષ્ટ થયું હતું.

જેને લઇને તપાસના પુરાવાના આધારે ગોધરા તાલુકા પંચાયતના ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ32(2) હેઠળ ભામૈયા(પુ) ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પ્રેમીલાબેન ડામોરને સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુક મકરીને નવી ચૂંટણીના થયા ત્યાં સુધી ભામૈયા(પુ) ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ તરીકે કાર્યભાર ઉપસરપંચ અલ્પેશ છગનભાઇ બારીયાને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો