ચકચાર:ગોધરામાં પોલીસ કસ્ટડીમાં જ ગૌમાંસના આરોપીનો આપઘાત, આરોપી કસ્ટડીમાં જાતે ફાંસો ખાતાં CCTVમાં કેદ થઇ ગયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બી ડિવિઝનની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - Divya Bhaskar
બી ડિવિઝનની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • પોલીસ મથકમાં લધુમતિના ટોળાં ઉમટતાં માહોલ તંગ થયો
  • મૃતકના પરિવારજનોએ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો

ગોધરાના ભામૈયા ઓવરબ્રીજ પાસેથી એકટીવા પરથી ગૌમાંસનો જથ્થો લઇને આવતા બી ડિવિઝન પોલીસે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પકડાયેલા આરોપીને બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં રાખેલ હતો. તે દરમ્યાન ગુરૂવારે મળસ્કે આરોપીએ જાતે ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરી દેતાં ચકચાક મચી જવા પામ્યો હતો. પોલીસ મથકમાં આત્મહત્યા થતાં અફવાઓ ફેલાતાં લોકોના ટોળાં બી ડિવિઝન ખાતે ઉમટી પડયા હતા. જેને લઇને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.

આત્મહત્યા કરેલ મૃતકની ફાઇલ તસ્વીર.
આત્મહત્યા કરેલ મૃતકની ફાઇલ તસ્વીર.

ગોધરાના ભામૈયા ઓવરબ્રીજ પાસેથી ગોધરાના ઇદગાહ મહોલ્લામાં રહેતો કાસીમ અબ્દુલા હયાત સેવાલીયાથી એકટીવા પર ગૌમાંસનો જથ્થો લઇને આવતાં ગોધરાના બી ડિવિઝન પોલીસ .મથકની પોલીસે પકડી પાડયો હતો. પોલીસે કાસીમ અબ્દુલા હયાત તથા અન્ય 6 સામે ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોધીને પોલીસે તપાસ હાથ ધરી હતી. કાસીમ અબ્દુલા હયાત સેવાલીયા થી લઇને આવેલ માંસનો લેબોરેટરીમાં મોકલતાં ગૌમાંસ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આરોપી કાસીમ અબ્દુલા હયાતને બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

ગુરૂવારની વહેલી સવારના 3.21 મીનીટે આરોપી કાસીમ અબ્દુલા હયાતે કસ્ટડીની લોખંડની જાળી પર ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામ્યો હતો. જયારે પોલીસ મથકની કસ્ટડીમાં આરોપીનું મોત થતાં સોસિયલ મિડિયામાં અફવાઓ જોર પકડયું હતુ. મૃતકના પરિવારજનો તથા સગાઓ બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરતાં જિલ્લા પોલીસવડા સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચી ગયો હતો. કસ્ટડીમાં આરોપીની આત્મહત્યાને લઇને અફવાઓને લઇને બી ડિવિઝનના ગેટ પર લોકોના ટોળાં વળતાં પોલીસે ટોળાં ખસેડયા હતા.

અફવાઓને લઇને મૃતકના પરિવારજનોએ પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પરંતું પોલીસ મથકના સીસીટીવી કુટેજ ચેક કરતાં આરોપી જાતે ગળે ફાસો ખાધો હોવાનું દેખાઇ આવતાં મામલો ઠંડો પડયો હતો. કસ્ટડીમાં મોત થતાં એસડીએમ, કોર્ટના જજ સહીતના અધિકારીઓ સમક્ષ પચ નામુ કરીને પોલીસે મૃતદેહને પી.એમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતકના મૃતદેહને સિવિલ ખાતે લઇને આવતાં ત્યાં પણ પોલીસ બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ફરજ બજાવતા પોલીસ સ્ટાફની કામગીરી પર સવાલ ઉઠયા
આરોપી કાસિક અબ્દુલા હયાત કસ્ટડીમાં ઉભો થઇને જાતે ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરી દે છે. તેની સામે બી ડીવિજન પોલીસ મથકના પીએસઓનું ટેબલ આવેલ છે. મૃતક કાસીમ હયાત કસ્ટડીમાં ગળે ફાસો ખાતા પીએસઓ સહીત નાઇટ ડયુટી પરના પોલીસને જાણ ન થતાં પોલીસની મથકમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફની કામગીરી પર સવાલ ઉઠયા હતા. આત્મહત્યા કરતી વખતે મથકના પોલીસ સ્ટાફ કયાં હતો . તેની પણ તપાસ કરવાનું જિલ્લા પોલીસવડાએ જણાવેલ હતું. તેમજ મૃતક આરોપીની સાથે અન્ય એક આરોપી પણ કસ્ટડીમાં હતો. આત્મહત્યા કરતાં પહેલા રાતે તેની સાથેના અન્ય આરોપી સાથે પણ મૃતકે વાતચીત કરી હતી.

CCTVમાં આરોપી સુસાઇડ કરતો જોવા મળ્યુ
ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં આરોપીઅે સુસાઇટ કર્યું છે. જે અંગે હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. પોલીસ મથકના સીસીટીવી કુટેજમાં આરોપીએ સુસાઇટ કર્યું હોવાનું જણાઇ આવે છે.આબાબતે અેડીનો ગુનો નોધીને આગળની તપાસ ચાલી રહી છે. - ડો.લીના પાટીલ, જિલ્લા પોલીસવડા

વહેલી સવારે 3.21 મિનિટે જાળી પર લટકી ફાંસો ખાધો
મૃતક આરોપી કાસીમ હયાતે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરતાં પોલીસે મથકના સીસીટીવી કુટેજ ચેક કરતાં મૃતક ગુરૂવારે વહેલી સવારે 3.21 વાગે કસ્ટડીમાં ધીરે રહીને ઉભો થઇ બાથરૂમ જાય છે. બાદ બાથરૂમ બહાર નીકળી ચાદર લઇ ગાળીયો બનાવી ગળે પહેરી ચાદરનો બીજો છેડો કસ્ટડીની જાળી પર બાંધી લટકે છે. પગ વાળી કાસીમે ગળે ફાસો ખાતા મોંત નિપજયું હોવાનું જણાયું હતું.

બી ડિવિઝનના ગેટ બંધ કરી બંદોબસ્ત ગોઠવી દેવાયો
પોલીસ મથકમાં આરોપીએ ગળેફાસો ખાતાં પરીવારજનો અને સબંધીઓના ટોળાં ઉમટતાં એલસીબી, એસઓજી, ગોધરા એ ડીવીઝન અને તાલુકા પોલીસ સ્ટાફ સહીતનો પોલીસ કાફલો ગોઠવાયો હતો. અનિચ્છીય બનાવ ન બને તે માટે ગેટ બંધ કરાયા હતાં. પરિવારજનોએ પોલીસે મૃતકને મારમાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે સોસિયલ મીડીયામાં અફવાઓ ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...