હોસ્પિટલોમાં જગ્યા ખૂટી:15 બેડના ચિલ્ડ્રન વોર્ડમાં ડેન્ગ્યૂ પોઝિટિવ 60 બાળકોની જમીન પર પથારીમાં સારવાર

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ જિ.માં આજ સુધી ડેન્ગ્યૂના 182 કેસ નોંધાયા
  • ગોધરા સિવિલની આવી સ્થિતિની વાત આંખે ઉડીને આવતાં ધારાસભ્યે ટકોર કરી
  • બાળકોને તાત્કાલિક અન્ય વોર્ડમાં લઇ જવાયા
  • પંચમહાલ જિલ્લામાં રોજ મચ્છરજન્ય ડેન્ગ્યૂ, ચિકનગુનિયા સહિતના રોગોના કેસમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે

કોરોના ઢીલો પડ્યા બાદ પંચમહાલમાં મચ્છરજન્ય રોગેએ માથું ઉચક્યું છે. વરસાદી માહોલને લીઘે જિલ્લાભરમાં મચ્છરજન્ય રોગો વકરી રહ્યાં છે. જેમાં ખાસ ડેન્ગ્યુના દર્દીઓમાં મોટો વધારો નોંધાઇ રહ્યો છે. જેમાં પણ સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યાં છે. જેને પગલે ગોધરા સિવિલ હોસ્પિટલના ચીલ્ડ્રન વોર્ડના બેડ ફુલ થઇ ગયા છે.

નોંધનિય છે કે બાળકોના વોર્ડમાં 15 બેડની સુવિધા છે જેની સામે 60 જેટલાં બાળ દર્દીઓ સારવાર લેવા આવતાં તેમને વોર્ડમાં જમીન પર પથારીઓ પાથરીને સારવાર આપવામાં આવી રહી હતી. જિલ્લામાં સરકારી આંકડા મુજબ રોજ 15 ડેન્ગ્યૂના કેસ નોધાય છે. જયારે ખાનગી હોસ્પિટલો પણ ડેન્ગ્યૂના દર્દીઓથી ઉભરાઇ રહી છે. જિલ્લામાં અત્યારસુધી સરકારીમાં 115 અને ખાનગીમાં 67 ડેન્ગ્યૂના દર્દીઓ નોધાયા હતા. ચિકનગુનિયા પણ વકરતા જિલ્લામાં સરકારી ચોપડે 5 કેસ નોધાયા છે. જો કે મચ્છરજન્ય રોગથી હજુ સુધી એક પણ મોત સરકારી ચોપડે નોધાયું નથી.

બપોર બાદ બાળકોને વિવિધ વોર્ડમાં શિફ્ટ કરાયાં
છેલ્લા કેટલાંય દિવસથી ચિલ્ડ્રન વોર્ડમાં આ પ્રકારની સ્થિતી હતી. જો કે આ વાત ધીમેધીમે સમગ્ર સંકુલ અને શહેરમાં ફેલાતાં લોકમુખે ચર્ચા પામી હતી. જેને પગલે ધારાસભ્યએ તંત્રને બાળકોનો નવો વોર્ડ શરૂ કરવા તાકીદ કરી હતી, જો કે તંત્રએ બાળકોને જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં શિફ્ટ કર્યા હતા.

ડેન્ગ્યૂના કેસમાં રોજ ઝડપથી વધારો થઇ રહ્યો છે
15 દિવસથી બાળકોના વોર્ડમાં રોજના 15 ડેન્ગયૂના બાળ દર્દીઅો સારવાર માટે આવી રહ્યા છે. જેને લઇને ચીલ્ડ્રન વોર્ડ બેડ ફુલ થઇ ગયા છે. અત્યારસુધી પંચમહાલમાં ડેન્ગ્યુના 182 કેસ નોંધાઇ ચૂક્યાં છે. સાથે તેમાં ઝડપથી વધારો પણ થઇ રહ્યો છે. આ ઉપરાંત ચિકનગુનીયા પણ વકર્યો છે, જો કે ચોપડે તેનો આંક માત્ર 5નો જ છે.

બીજા વોર્ડ ફૂલ છે, બાળકોને શિફ્ટ કર્યા છે
સિવિલમાં બાળકોના વૉર્ડમાં બાળદર્દીઓની સંખ્યા વધી જતાં તાત્કાલિક અલગ વોર્ડમાં બાળ દર્દીઓને ખસેડાયા છે. રોજ દર્દીઓની સંખ્યા વધતાં સિવિલના મેડિકલ વોર્ડ પણ દર્દીઓથી ફૂલ થઇ ગયા છે. અમારી જોડે જેટલી જગ્યા છે તેટલી વ્યવસ્થા કરી છે. > મોનાબેન, સિવિલ સર્જન

અન્ય સમાચારો પણ છે...