તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધાના અભાવે રોષ:ગોધરાની નવરંગ સોસાયટીમાં ‘નેતાઓએ વોટ માંગવા આવવું નહી’ના બેનર લાગ્યા

ગોધરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગોધરાની નવરંગ સોસાયટીમાં પ્રાથમિક સુવિદ્યાના અભાવે નેતાઅોઅે વોટ માંગવા અાવવુ નહીના બેનર લાગ્યા - Divya Bhaskar
ગોધરાની નવરંગ સોસાયટીમાં પ્રાથમિક સુવિદ્યાના અભાવે નેતાઅોઅે વોટ માંગવા અાવવુ નહીના બેનર લાગ્યા
 • મોડી સાંજે ઉમેદવારોએ રહીશોની રજૂઆત સાંભળી

ગોધરા નગરપાલિકાની ચુટણીનો માહોલ જામ્યો છે. ત્યારે પ્રાથમિક સુવિદ્યા ન મળી હોય તેવા વિસ્તારના રહીશો ચુંટણી બહિષ્કાર સહિતના બેનરો સાથે દેખાવો કરતા જોવા મળી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ગોધરાના વોર્ડ નં 11માં આવેલી સત્યમ સોસાયટીમાં ખખડધજ રોડને કારણે રોડ નહી તો વોટ નહીના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

બુધવારે નવરંગ સોસાયટીમાં પ્રાથમિક સુવિદ્યાનો અભાવ હોવાથી વારંવાર નગર પાલીકામાં રજુઆતો કરવા છતા સુવિદ્યા ઉપલબ્ધ નહી થતા અને વોર્ડના કોર્પોરેટરો પણ વિસ્તારમાં આવ્યા ન હોવાથી સોસાયટીના રહીશોનો પાલિકા તથા ઉમેદવાર પ્રત્યે રોષ જોવા મળ્યો છે. જેને લઇને હાલ યોજાનાર નગરપાલિકાની ચુટણીમાં અમારા વિસ્તારમાં કોઇ પણ રાજકીય પક્ષના નેતાઓએ વોટ માંગવા આવવુ નહીં તથા શરમમાં પાડવા નહી તેવા બેનર લગાવી રોષ પ્રગટ કરવામાં આવ્યો છે.

વિરોધના બેનરો લાગતા મોડી સાંજે વિસ્તારના ઉમેદવારો સોસાયટીમાં પહોચી રહીશોની રજૂઆતો સાંભળી હતી. હાલ ચુંટણીને લઇને ઉમેદવારો તાત્કાલીક દોડી આવ્યા હતા. ચુંટણી જીત્યા બાદ પણ આવી રીતે દોડી આવશે કે પછી ચુંટણી સમયે જ મોં બતાવશે તેવી ચર્ચા પ્રજામાં ચાલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો