તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બામરોલી ચોકડીથી કતલે જતા બે ગૌવંશને બચાવ્યા

ગોધરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કુલ રૂા. 2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
 • પોલીસે બેને પકડીને તપાસ કાર્યવાહી કરી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં શનિયાડા માર્ગેથી મહિન્દ્રા પિકઅપ ગાડીમાં બે ગૌવંશ ભરીને વેજલપુર ખાતે કતલના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા છે તેવી બાતમીના આધારે ગોધરા તાલુકા પોલીસે બામરોલી રોડ પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને રોકીને ગાડીમાં તપાસ કરતા બે બળદ ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડા વડે પગ તથા ગળાના ભાગે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે ગૌવંશને ઉગારી લીધા હતા અને પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ગૌવંશ લાવનાર કેશુભાઈ બારીયા, ગમાભાઈ રાઠવાની અટકાયત કરી હતી. પોલીસે વાહન અને ગૌવંશ મળી કુલ રૂ 2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલા ઇસમોની ઘનિષ્ઠ પૂછપરછ ધરતા આ બળદ વેજલપુર ખાતે કાદિર અબ્દુલ રહીમ ઘડાને કતલના ઇરાદે આપવા જતા હોવાનું બહાર આવ્યું હતું. ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો