વાવડી બુઝર્ગ ખાતે કમલેશભાઇ ધનરાજભાઇ મંગલાણીની 337.50 ચો.મી ક્ષેત્રફળની બિન ખેતી રહેણાંક વાળી જમીન અાવેલી છે. અા જમીનમાં જુના બાંધકામવાળા પતરાવાળા છાપરા હતા. અા છાપરામાં સુધારો વધારો કરીને રૂપરંગ મારવાડી તથા લક્ષ્મણ મારવાડીઅે રહેવાનું ચાલુ કર્યું હતું. તેમજ જમીનના અન્ય જગ્યાઅે પતરાવાળા છાપરામાં સુધારો કરાવીને પ્રકાશ ચંદવાણીઅે પાન બીડીનો ગલ્લો ચાલુ કરી દીધો હતો. જમીન પરનો કબજો ખાલી કરવા કમલેશ મંગલાણીઅે અનેક વાર જાણ કરવા છતાં જમીન ખાલી કરતાં ન હતા.
ત્રણ જમીન પચાવી પાડનાર ભાડુઅાત વિરુદ્ધ જમીન પચાવવા પર પ્રતિબધ કાયદા હેઠળ ફરીયાદ નોધાઇ હતી.અા ગુનાના આરોપી ઓ દ્વારા નિયમિત જામીન અરજી સ્પેશિયલ કોર્ટ લેન્ડ ગેબિગ ડી.જે.શાહ સમક્ષ દાખલ થતાં તપાસ કરનાર અધિકારી સી.સી.ખટાણાની સંપૂર્ણ તપાસ તથા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર ની વિગતવાર ની દલીલો ને ધ્યાન માં લઇ નામદાર કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
નામદાર કોર્ટ દ્વારા આરોપી ઓની ભાડુઆત અંગેની રજૂઆતમાં આરોપીઓ કાયદેસરના ભાડુઆત નથી અને ફરીયાદી દ્વારા પણ આરોપી ઓને ભાડુઆત ગણેલા નથી. આ બાબતને મહત્વની ગણી ચુકાદો આપતાં ગેરકાયદેસર કબજો ધરાવનાર ભાડુઆતોમા ફફડાટ વ્યાપી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.