તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી નામંજૂર:દયાળમાં જમીન પચાવી લેનાર શખ્સની જામીન અરજી નામંજૂર

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી જામીન અરજી નામંજૂર કરી
  • ગોધરા તાલુકા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતાં ઇલ્યાસ કાલુની ધરપકડ કરી હતી

ગોધરા તાલુકાના દયાલ ગામે હાજરા ઇબ્રાહીમ જાડીના વારસદારોની જમીન આવેલી હતી. આ જમીનના સીધી લીટીના વારસદાર ન હોવા છતાં ઇલ્યાસ કાલુ સહિત 18 આરોપીઓએ સુગરાબીબી જાડીના વડીલોના નામો સાથે મળતા ભળતા હોવાથી જેનો લાભ લઇને આરોપીઓએ જમીન પચાવી પાડવાના આશયથી ગુનાહિત કાવતરૂ રચી છળકપટથી ખોટુ પેઢીનામું બનાવ્યું હતું.

આ ખોટુ પેઢીનામું બનાવીને સાચા તરીકે રજૂ કરી જમીનના હક્ક પત્રક તથા 7/12માં માલિકીની (વારસદાર) ન હોવા છતાં તેઓએ વારસાઇ નોંધ પડાવીને જમીનનો ગેરકાયદે કબજો કરતાં રાજ્ય સરકાર દ્વારા બનાવેલા નવા કાયદા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

આ ફરિયાદના આધારે પોલીસે ઇલ્યાસ કાલુની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી દ્વારા નિયમિત જામીન અરજી પંચમહાલ જિલ્લાના સ્પેશિયલ જજ લેન્ડ ગ્રેબિંગ કોર્ટ ડી.જે.શાહ સમક્ષ દાખલ કરી હતી. સરકાર તરફે દલીલો જિલ્લા સરકારી વકીલ રાકેશ.એસ.ઠાકોરે કરી હતી. કોર્ટ દ્વારા બન્ને પક્ષોની લંબાણ પૂર્વકની દલીલો સાંભળી નિયમિત જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...